ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નકલી આઈડીમાંથી ઇ મેઇલ મોકલવાના કેસમાં રિતિક રોશનનું નિવેદન નોંધાયું - બોલિવૂડ અભિનેતા રિતિક રોશન

કંગના રનૌતને મોકલવામાં આવેલા ઈ મેઈલ મામલે ફિલ્મ અભિનેતા રિતિક રોશને મુંબઈ પોલીસ કમિશ્નરની કચેરીમાં નિવેદન નોંધાવ્યું છે. 2016 ની નકલી ઈ મેઇલ આઈડી કેસની ફરિયાદના સંદર્ભમાં તેમને મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચ યુનિટે બોલાવ્યા હતા.

નકલી આઈડીમાંથી ઇ મેઇલ મોકલવાના કેસમાં રિતિક રોશનનું નિવેદન નોંધાયું
નકલી આઈડીમાંથી ઇ મેઇલ મોકલવાના કેસમાં રિતિક રોશનનું નિવેદન નોંધાયું

By

Published : Feb 28, 2021, 12:47 PM IST

  • ઈ મેઈલ મામલે ફિલ્મ અભિનેતા રિતિક રોશને મુંબઈ પોલીસ કમિશ્નરની કચેરીમાં નિવેદન નોંધાવ્યું
  • ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ) સમક્ષ હાજર થયા
  • કોઈએ નકલી ઇ-મેઇલ આઈડીથી રિતિક રોશનના નામનો ઉપયોગ કરીને કંગના રાનાઉતને ઇ-મેઇલ મોકલ્યા

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા રિતિક રોશને તેના નામે બનાવટી ઈ-મેઈલ અભિનેત્રી કંગના રનૌતને મોકલવાની 2016ની પોતાની એક ફરિયાદને સંદર્ભમાં મુંબઈ પોલીસ કમિશ્નરની કચેરીમાં નિવેદન નોંધાવ્યું છે.

રિતિક રોશને 2016 માં ફરિયાદ નોંધાવી હતી

એક અધિકારીએ જણાવ્યું હતું કે, રિતિક રોશન સાડા બાર વાગ્યાની આસપાસ દક્ષિણ મુંબઈમાં કમિશ્નર કચેરી પહોંચ્યા હતા. તેમણે કહ્યું, અભિનેતા ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ) સમક્ષ હાજર થયા હતા. તેમજ કહ્યું કે, મુંબઇ ક્રાઈમ બ્રાંચના સીઆઈયુએ નિવેદન નોંધવા માટે રિતિક રોશનને બોલાવ્યાં હતા. રિતિક રોશને 2016 માં ફરિયાદ નોંધાવી હતી કે, કોઈએ નકલી ઇ-મેઇલ આઈડીથી તેના નામનો ઉપયોગ કરીને અભિનેત્રી કંગના રાનાઉતને ઇ-મેઇલ મોકલ્યા છે.

ABOUT THE AUTHOR

...view details