ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેતા ગોવિંદા કોરોના પોઝિટિવ - કોરોના વાઈરસ

બોલીવુડના અનેક કલાકારો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. હવે આમાં ગોવિંદાનું નામ જોડાયું છે. બોલીવુડ અભિનેતા ગોવિંદા કોરોનાથી સંક્રમિત થતા તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

અભિનેતા ગોવિંદા કોરોના પોઝિટિવ
અભિનેતા ગોવિંદા કોરોના પોઝિટિવ

By

Published : Apr 5, 2021, 8:28 AM IST

  • બોલિવુડના અનેક કલાકારો આવ્યા કોરોનાની ઝપેટમાં
  • ગોવિંદા કોરોના પોઝિટિવ આવતા થયા હોમ ક્વોરન્ટાઈન
  • ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ આપી માહિતી

આ પણ વાંચોઃપાટણના સાંસદ થયા કોરોના સંક્રમિત

મુંબઈઃ અભિનેતા ગોવિંદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ આપી હતી. ગોવિંદામાં કોરોનાના આંશિક લક્ષણ દેખાતા હતા. તેમનો રિપોર્ટ કરાવ્યો તો તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે, સુનીતા આહુજાએ જણાવ્યું કે, ચિંતાની કોઈ વાત નથી. હાલમાં ગોવિંદા હોમ ક્વોરન્ટાઈન છે.

આ પણ વાંચોઃરાજ્યના વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવા થયા કોરોના સંક્રમિત

અક્ષય કુમાર પણ આવ્યા કોરોના પોઝિટિવ

ગોવિંદા ફિલ્મી પડદા પર છેલ્લે વર્ષ 2019માં 'રંગીલા રાજા' ફિલ્મમાં દેખાયા હતા. આ પહેલા સુપરસ્ટાર અક્ષય કુમાર અને બંદિશ બેંડિટ્સના કલાકાર ઋત્વિક ભૌમિક પણ કોરોના સંક્રમિત થયા હતા. ઉલ્લેખનીય છે કે, શનિવારે મુંબઈમાં કોરોનાના 9,108 નવા કેસ નોંધાયા હતા, જે દૈનિક કેસમાં અત્યાર સુધીના સૌથી વધુ છે.

ABOUT THE AUTHOR

...view details