- બોલિવુડ (Bollywood) અને ટીવી (Television) જગતને એક મોટો ઝટકો લાગ્યો
- 'મન કી આવાઝ પ્રતિજ્ઞા' સિરીયલ ('Mann Ki Awaaz Pratigya' serial)માં ઠાકુર સજ્જન સિંહનું (Thakur Sajjan sinh)પાત્ર ભજવનારા પીઢ અભિનેતા અનુપમ શ્યામ (Actor Anupam Shyam)નું રવિવારે નિધન થયું
- અનુપમ શ્યામ ઘણા સમયથી બીમાર હતા અને મલ્ટિપલ ઓર્ગન ફેલિયરના કારણે તેમનું નિધન થયું છે
ન્યૂઝ ડેસ્કઃ બોલિવુડ અને ટીવી જગતને એક મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, 'મન કી આવાઝ પ્રતિજ્ઞા' સિરીયલ ('Mann Ki Awaaz Pratigya' serial)માં ઠાકુર સજ્જન સિંહનું પાત્ર ભજવનારા પીઢ અભિનેતા અનુપમ શ્યામનું રવિવારે નિધન થયું છે. તેમણે બોલિવુડ ફિલ્મોની સાથે સાથે પ્રખ્યાત ટીવી શો મન કી આવાઝ ('Mann Ki Awaaz Pratigya' serial)થી એક અલગ જ ઓળખ ઉભી કરી હતી. જોકે, અનુપમ શ્યામ ઘણા સમયથી બીમાર હતા. જોકે, મલ્ટિપલ ઓર્ગન ફેલિયર (Multiple organ failure)ના કારણે તેમનું નિધન થયું છે. થોડા સમય પહેલા જ તેમની તબિયત બગડતા તેઓ ચર્ચામાં આવ્યા હતા. તે સમયે બોલિવુડ અને મનોરંજન જગત સાથે જોડાયેલા લોકોએ તેમની મદદ કરી હતી. છેવટે 63 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે.
આ પણ વાંચો-સની લિયોનનો Sheroનો ફર્સ્ટ લુક આવ્યો સામે, સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ તસવીર
રવિવારે રાત્રે 8 વાગ્યે લીધા અંતિમ શ્વાસ