મુંબઈઃ મુંબઈ પોલીસે અભિનેતા અજાઝ ખાનની ધરપકડ કરી છે. અજાઝ ખાન વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓ ભડકાવવા અને લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. અજાઝ ખાન પર IPC કલમ ધારા 188, 153A, 121, 117 હેઠળ મામલો નોંધાયો છે.
મુંબઈ પોલીસે અભિનેતા એજાઝ ખાનની કરી ધરપકડ, જાણો કારણ - મુંબઈ પોલીસ ન્યૂઝ
ફિલ્મ અભિનેતા એજાઝ ખાન વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ભડકાવવા અને લોકડાઉનનું ઉલ્લંધન કરવા બદલ મુંબઈ ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મુંબઈ પોલીસે એજાઝ ખાનની ધરપકડ કરી લીધી છે.
Ajaz khan
મુંબઈ પોલીસ અધિકારીએ કહ્યું કે, 'અજાઝ ખાને સાંપ્રદાયિક સુમેળમાં ખલેલ પહોંચાડવાના પ્રયાસ કર્યો હતો. જેના માટે કલમ 153 એ અને ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલી રહી છે.'
નોંધનીય છે કે, અગાઉ પણ એજાઝ ખાનની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે પણ તેના વિરુદ્ધ ધર્મના આધાર પર વિભિન્ન સમુહો વચ્ચે દુશ્મનને સપોર્ટ કરવા અને આપત્તિજનક વીડિયો બનાવવા મામલે ફરિયાદ નોંધાઈ હતી.