ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેતા અભય દેઓલે તેની ફિલ્મ 'રોડ, મૂવી'ના શૂટિંગનો અનુભવ શેર કર્યો - ફિલ્મ રોડ, મૂવી

અભય દેઓલે જણાવ્યું કે, તેની 2009 ની ફિલ્મ 'રોડ, મૂવી' નું શૂટિંગ રાજસ્થાનમાં ઉનાળા દરમિયાન થયું હતું. જો કે, હોલીવુડના સ્ટાર માર્ટિન સ્કોર્સેસે અને રોબર્ટ ડી નીરોને મળ્યા પછી તેમને તેમની મહેનત સાર્થક લાગી હતી.

અભિનેતા અભય દેઓલ
અભિનેતા અભય દેઓલ

By

Published : Jun 23, 2020, 10:53 PM IST

મુંબઇ: અભિનેતા અભય દેઓલ હોલીવૂડના સ્ટાર્સ માર્ટિન સ્કોર્સેસે અને રોબર્ટ ડી નીરો સાથેની મુલાકાતને યાદ કરે છે . જ્યારે તેમની ફિલ્મ 'રોડ, મૂવી' ને ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ કરવામાં આવી હતી. તેમણે અમુક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

તેણે કેપ્શન આપતાં કહ્યું, "રોડ, મૂવી 2009 માં રિલીઝ થઈ હતી, આ ફિલ્મની પસંદગી ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવી હતી. જ્યાં મને માર્ટિન સ્કોર્સેસે અને રોબર્ટ ડી નીરો બંને સાથે મળવાની તક મળી હતી. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં કરવામાં આવ્યું હતું. બંને સેલિબ્રિટીઓને મળ્યા બાદ મને મારી મહેનત યોગ્ય લાગી. "

આ ફિલ્મ 2009 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તનિષ્ઠા ચેટરજી અને સતીશ કૌશિક પણ છે.

ABOUT THE AUTHOR

...view details