મુંબઈ: બૉલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન એક દિવસ પહેલા 20 વર્ષની થઈ ગઈ છે. તેના જન્મદિવસના લુકની એક ઝલક તેને ઈસ્ટાગ્રામ પર શેર કરી હતી. સુહાનાએ તેના ભાઈ અબ્રાહીમ માટે આ ખાસ પોસ્ટ કરી હતી.
સુહાનાએ શનિવારે કેટલાક ફોટો પોસ્ટ કર્યા હતા. જેમાં તે બોડીકોન ડ્રેસમાં પોઝ આપતી નજરે પડે છે. તેને ગુલાબની તસવીર અને તેના નાના ભાઈ અબ્રાહીમ દ્વારા બનાવેલું બર્થડે કાર્ડ પણ શેર કર્યું છે. આબ્રાહીમે કાર્ડમાં લખ્યું હતું કે, તમે દુનિયાની શ્રેષ્ઠ બહેન છો. સુહાનાએ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, 10 વર્ષ પછી હું 30 વર્ષની થઈ જઈશ.