એક અહેવાલ પ્રમાણે, સંજય લીલા ભણસાવીએ સાહિર લુધિયાનવી પર બાયોપિક બનાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સાહિર સાહેબ આપણા સૌથી હોશિયાર કવિ અને લિરિસ્ટિસ્ટમાંથી એક છે. તેમના ગીતો આજે પણ પ્રેરિત કરે છે. તેમની લવ સ્ટોરીને પડદા પર લાવવી ઘણી સુંદર હશે, પરંતુ આ બહુમોટી જવાબદારી છે. આ ફિલ્મ લેખક-ડાયરેક્ટર જસમીન રીન માટે એક મુશ્કેલ ફિલ્મ હશે.
ભણસાલીની ફિલ્મમાં જોવા મળશે અભિષેક-તાપસીની જોડી - sahir ludhianvi
મુંબઈ: અભિષેક બચ્ચન અને તાપસી પન્નુની જોડી ગત વર્ષે આવેલી ફિલ્મ મનમર્જિયામાં દર્શકોની ઘણી પંસદ આવી હતી. હવે ફરી એક વાર બંને સ્ટાર સાથે જોવા મળી શકે છે. સંજય લીલા ભણસાલી કવિ સાહિર લુધિયાનવી અને અમૃતા પ્રીતમની લવ સ્ટોરી પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મ માટે અભિષેક અને તાપસીને પંસદ કરવામાં આવ્યા છે.
સ્પોટ ફોટો
સૂત્રોના જણાવ્યા અનુસાર, સાહિર લુધિયાનીની આ બાયોપિકનું કામ આ વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બરની વચ્ચે શરૂ થશે. તાપસી અને અભિષેક બંનેને ફિલ્મની સ્ટોરી ઘણી પંસદ આવી છે, અને તે ફરી સાથે કામ કરવા માટે તૈયાર છે. પરંતુ તેમણે હજી ફિલ્મ સાઈન નથી કરી. જેવી બાકીની ઔપચારિકતાઓ પૂરી થશે, તેઓ ફિલ્મની તૈયારીમાં લાગી જશે.
Last Updated : Mar 27, 2019, 9:15 AM IST