મુંબઇ: અભિનેતા અભિષેક બચ્ચને રવિવારે રાત્રે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, મારી પત્ની એશ્વર્યા અને દીકરી આરાધ્યાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને હોમ ક્વોરોન્ટાઇનમાં છે. બીએમસીને આ સ્થિતિની જાણકારી આપી દીધી છે. હવે તે તેમનું કામ કરી રહ્યાં છે. અભિષેકનું આ ટ્વીટ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન દ્વારા જાણકારી આપ્યા બાદ આવ્યું હતું.
અભિષેકે એશ્વર્યા અને આરાધ્યાના કોરોના રિપોર્ટની સ્પષ્ટતા કરી - Aaradhya
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બાદ એશ્વર્યા અને આરાધ્યાને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપે એશ્વર્યા અને તેની દીકરી આરાધ્યાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાણકારી આપી હતી, ત્યારબાદ અભિષેક બચ્ચને પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી.
અભિષેક
રાજેશ ટોપેએ ટ્વીટમાં લખ્યું હતું કે, એશ્વર્યા બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચનને પણ કોરોના ટેસ્ટ પાઝિટિવ આવ્યો છે. જો કે, જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આપણે બચ્ચન પરિવાર ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ.
અભિષેક અને પિતા બોલિવૂડ આઇકન અમિતાભ બચ્ચને પણ પહેલાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, શનિવારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને હાલ નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે.