મુંબઈ: અભિનેતા અભિષેક બેનર્જીએ તેના નકારાત્મક પાત્રોના પરફોર્મન્સ વિશે જણાવતા કહ્યું, ''જો કલાકારો પર નેગેટિવ ભૂમિકાઓની અસર થવા લાગે તો આપણી ઇન્ડસ્ટ્રીમાં આપણે સિરિયલ કિલરો જ પેદા કરીએ! હું મારા પાત્રોને થોડું અંતર રાખીને જાણું છું.
વધુમાં તેમણે જણાવ્યું કે, 'પાતાલ લોક'ની ભૂમિકા ભજવતી વખતે મેં કેમેરાની સામે ત્યાગીનું જીવન જીવ્યો છું. પરંતુ આ એક્શન અને કટની વચ્ચે જ રહે તે સારું છે. હું મારા સામાન્ય જીવનમાં આ પાત્રોની જેમ ન વર્તી શકું. મારી બંને વેબ સિરીઝના પાત્રો એટલા નકારાત્મક છે કે, હું શૂટિંગ બાદ તેમનાથી દૂર જ રહેવાનું પસંદ કરૂં છું.''