મુંબઈઃએક્ટર અભિષેક બચ્ચને જેલના કેદીઓને ફિલ્મ ‘દસવી’ (Film Dasvi)ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું વચન આપ્યું હતું. આ બાદ અભિષેક વચન નિભાવા માટે આગ્રા પાછો આવ્યો અને 2000 જેલના કેદીઓ માટે 'દસવી'નું વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાસ્ટ અને ક્રૂ જેમાં અભિષેક તેમજ સહ કલાકારો યામી ગૌતમ, નિમ્રત કૌર અને દિગ્દર્શક તુષાર જલોટાનો સમાવેશ થાય છે, તેમનું ભવ્ય સેટઅપમાં વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:The Kashmir Files: બ્રિટિશ પાર્લામેન્ટમાં 'ધ કાશમીર ફાઇલ્સ'ની કહાણીનું કથન કરાશે, વિવેક અગ્નિહોત્રીને આમંત્રણ
અભિષેકે કર્યું આ દાન:ઘણી યાદગાર પળોને યાદ કરીને અભિષેકે ઉત્સાહપૂર્વક મીડિયાના કેટલાક સભ્યોને તે જગ્યા બતાવી જ્યાં તેણે 'મચા મચા' ગીત અને અન્ય મહત્વપૂર્ણ દ્રશ્યો શૂટ કર્યા હતા. તેમણે પુસ્તકાલયમાં કેદીઓને પુસ્તકોની શ્રેણી પણ દાનમાં આપી છે.
અભિષેકે કેદીઓ સાથે વાતચીત કરતો વીડિયો કર્યો શેર: અભિષેકે કેદીઓ સાથે વાતચીત કરતો હોય તેવો એક વીડિયો ક્લિપિંગ શેર કરી કેપ્શન આપ્યું, એક વાદા હૈ વાદા કા. ગઈ કાલે રાત્રે મેં એક વર્ષ પહેલાં આપેલું વચન પૂરું કરવામાં સફળ રહ્યો, અમારી ફિલ્મ હેશટેગ 'દસવી' ની પ્રથમ સ્ક્રીનિંગ આગ્રા સેન્ટ્રલ જેલના કેદીઓ માટે યોજવામાં આવી હતી, અમે અહીં ફિલ્મનું શૂટિંગ કર્યું હતું, તેમની સાથે વિતાવેલ યાદોને હું જીવનભર યાદ રાખીશ.
આ તારીખે થશે રિલીઝ: Jio સ્ટુડિયો અને દિનેશ વિજાન પ્રસ્તુત, તુષાર જલોટા દ્વારા દિગ્દર્શિત દસમી મેડૉક ફિલ્મ્સ પ્રોડક્શન, અભિષેક બચ્ચન, યામી ગૌતમ અને નિમરત કૌર અભિનિત, દિનેશ વિજન અને બેક માય કેક ફિલ્મ્સ દ્વારા નિર્મિત. આ ફિલ્મ Netflix અને Jio સિનેમા પર 7 એપ્રિલે સ્ટ્રીમ થશે.
આ પણ વાંચો:Sumona Chakravarti Left Show: 'ધ કપિલ શર્મા શો'ની કોમેડિયન સુમોના ચક્રવર્તિ શો છોડી રહી છે?, જાણો