મુંબઈ: બોલિવુડ અભિનેતા અભિષેક બચ્ચન વેબ સિરીઝની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે. તેમજ તેમના ડિજિટલ ડેબ્યૂ સિરીઝ 'બ્રીધ: ઈંટુ ધ શેડોઝ'નું ટિઝર પણ સામે આવી ગયું છે. જેને ફાધર્સ ડે પર રિલીઝ કરવામાં આવ્યું છે.
અભિષેક બચ્ચને પોતાની ડિજિટલ ડેબ્યૂ સિરીઝ 'બ્રીધ: ઈંટુ ધ શેડોઝ'નું ટિઝર શેર કર્યું - અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચને તેના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા પોતાની ડિજિટલ ડેબ્યૂ સિરીઝ 'બ્રીધ: ઈંટુ ધ શેડોઝ'નું ટિઝર શેર કર્યું હતું. જેમાં એક પિતા અને પુત્રી વચ્ચેનો અતૂટ સંબંધ દર્શાવવામાં આવ્યો છે. ટિઝરમાં શૉનો લોગો પણ જોવા મળી રહ્યો છે.
![અભિષેક બચ્ચને પોતાની ડિજિટલ ડેબ્યૂ સિરીઝ 'બ્રીધ: ઈંટુ ધ શેડોઝ'નું ટિઝર શેર કર્યું અભિષેક બચ્ચને પોતાની ડિજિટલ ડેબ્યુ સિરીઝ 'બ્રીધ: ઈંટુ ધ શેડોઝ'નું ટિઝર શેર કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:39:25:1592816965-7717245-breathe.jpg)
અભિષેક બચ્ચને પોતાની ડિજિટલ ડેબ્યુ સિરીઝ 'બ્રીધ: ઈંટુ ધ શેડોઝ'નું ટિઝર શેર કર્યું
આ સિરીઝમાં એક પિતા તેમની દીકરી વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં અભિષેકનો અવાજ સંભળાઈ રહ્યો છે.
આ વેબ સિરીઝને મયંક શર્માએ નિર્દેશિત કરી છે. અમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થનારી આ વેબ સિરીઝ 2018માં આવેલી આર માધવન અને અમિત સાધની વેબ સિરીઝ 'બ્રીધ'નો બીજો ભાગ છે.