મુંબઇ: અબુંદંતિયા એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત મનોવૈજ્ઞાનિક ક્રાઈમ થ્રિલર 'બ્રેથ: ઈન ધ શેડોઝ'ની સાથે બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન ડિજિટલ ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે.
એમેઝોન ઓરિજિનલ 'બ્રેથ: ઈન ધ શેડોઝ' ની લોન્ચિંગ તારીખની ઘોષણા પછી, એમેઝોન પ્રાઇમ વીડિયોએ આજે તેની મોસ્ટ અવેટેડ સીરીઝમાંથી અભિષેક બચ્ચનનો પહેલો લુક રજૂ કર્યો હતો.
આ ક્રાઇમ થ્રિલરનું નિર્માણ અબુંદંતિયા એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં બોલિવૂડના પ્રિય અભિનેતા અભિષેક બચ્ચન ડિજિટલ ડેબ્યૂ કરી રહ્યા છે. આ સીરીઝમાં, અમિત સાધ ફરી એકવાર સિનિયર ઈન્સ્પેક્ટર કબીર સાવંતની ભૂમિકામાં જોવા મળશે. 10 જુલાઈ, 2020 ના રોજ રિલીઝ થનારી એમેઝોન ઓરિજિનલમાં લોકપ્રિય કલાકાર નિથ્યા મેનન અને સૈયામી ખેર પણ છે.
તે વિશ્વભરના 200થી વધુ દેશમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર રજૂ કરવામાં આવશે.
આ સીરીઝમાં, અભિષેક બચ્ચનનો પહેલો લુક એક ડાર્ક અને ઇન્ટેન્સ મિજાજ દર્શાવે છે, જ્યાં તે ગુમ થયેલા બાળકના પોસ્ટર પર એક લુક આપતો જોવા મળે છે. જેમાં તેનો લુક રહસ્યમય અને પ્રભાવશાળી બતાવવામાં આવ્યો છે.
પહેલા લુક વિશે વાત કરતાં અભિષેક કહે છે, 'એમેઝોન ઓરિજિનલ' બ્રેથ: ઈન ધ શેડોઝ'ની શુક્રવારે કરવામાં આવેલી જાહેરાત બાદ મારો ડિજિટલ ઓન-સ્ક્રીન ડેબ્યૂ કરવાનો આનંદ વધ્યો છે. શોની રજૂઆતની તારીખની જાહેરાત પછી મને જે પ્રેમ અને સમર્થન મળ્યું છે. તેનાથી નવા પ્રેક્ષકો સાથે જોડાવવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે.
હું મારી પ્રથમ ડિજિટલ સિરિઝના લોન્ચ થવાથી ખુશ છું, જે રોમાંચક, સરળ શૈલી કન્ટેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ છે. જે આપણે હવે આપણી સુવિધા અનુસાર જોઈ શકીએ છીએ. હું ચોક્કસપણે આગામી દિવસોની રાહ જોઈ રહ્યો છું કારણ કે, અમે ધીરે ધીરે 'બ્રેથ: ઈન ધ શેડોઝ' અંગે ખુલાસો કરી રહ્યા છીએ.
મયંક શર્મા દ્વારા દિગ્દર્શિત આ શોને ભવાની ઐયર, વિક્રમ તુલી, અરશદ સૈયદ અને મયંક શર્માએ ખૂબ સરસ રીતે લખ્યો છે. આ શોનું ટ્રેલર 1 જુલાઈ, 2020 ના રોજ રજૂ કરવામાં આવશે.