ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેતાના રૂપમાં હુ મારી કાબિલિયત જોવા માગુ છું: અભિમન્યુ દસાની

'મર્દ કો દર્દ નહીં હોતા હે' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર અભિનેતા અભિમન્યુ દસાનીનું માનવુ છે કે, હું એક કલાકારના રુપમાં પોતાની કાબિલિયત જોવા માગું છું. આ ઉપરાત હું વિવિધ પ્રકારના પાત્રો ભજવીને પોતાની પ્રતિભા બહાર લાવવા માગું છું.

અભિનેતાના રૂપમાં હુ મારી કાબીલીયત જોવા માગુ છું: અભિમન્યુ દસાની
અભિનેતાના રૂપમાં હુ મારી કાબીલીયત જોવા માગુ છું: અભિમન્યુ દસાની

By

Published : Feb 29, 2020, 3:25 PM IST

મુંબઇઃ અભિમન્યુ દસાનીએ વસન બાલાની ફિલ્મ 'મર્દ કો દર્દ નહીં હોતા હે' ફિલ્મની સાથે બોલિવૂડમાં પોતાના અભિનયની શરુઆત કરી છે. તેમનું માનવું છે કે તેઓ એક કલાકારના રૂપમાં પોતાની ક્ષમતાને જોવા માગે છે. આ વર્ષે બે ફિલ્મોમા અભિમન્યુ અભિનય કરશે. પ્રથમ 'નિકમ્મા'માં ફિલ્મમાં શર્લી સેતિયા અને શિલ્પા શેટ્ટીની સાથે જ્યારે બીજી ફિલ્મ પરેશ રાવલ, શરમન જોશી અને મૃળાલ ઠાકુરની સાથે કોમેડી ફિલ્મ 'આંખ મિચોલી'માં અભિનય કરશે.

અભિમન્યુએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, બન્ને ફિલ્મો પુરી રીતે અલગ છે. 'નિકમ્મા' ફિલ્મ કોમર્શિયલ એક્શન થ્રિલર છે, જ્યારે 'આંખ મિચોલી' એક પારિવારિક કોમેડી ફિલ્મ છે. અત્યારે એક રોમાન્ટિક ડ્રામા ફિલ્મમાં કામ કરી રહ્યોં છે, પરંતુ તેઓ એક જ પ્રકારની ફિલ્મો નથી કરવા માગતા. તેઓ અલગ અલગ પ્રકારની ફિલ્મોમાં કામ કરીને પોતાની ક્ષમતા જોવા માગે છે કે, તે શું કરી શકે છે અને શુ કરી શકતા નથી.

તેમનું માનવુ છે કે, આજે અભિનેતાઓ માટે ઘણી તકો છે. હુ ભાગ્યશાળી છું કે મને નવા યુગના સિનેમાનો હિસ્સો બનવાનો મોકો મળ્યો છે. 'નિકમ્મા' ફિલ્મમાં અભિમન્યુ એક્શન કરતો જોવા મળશે. તેમણે કહ્યું કે તે પોતાના સ્ટંટ પર પરફોર્મ કરવાનું પસંદ કરે છે અને આ ફિલ્મમાં તેમણે એક નવા પ્રકારના સ્ટંટને સામેલ કર્યો છે. તેઓ પોતાના સ્ટંટ જાતે જ કરે છે. બોડી ડબલનો ઉપયોગ કરતા નથી. તેઓએ જણાવ્યું કે, તેઓ જેકી ચેન, ટૉમ ક્રૂજની એક્શન ફિલ્મો જોઇને મોટા થયા છે અને તેઓ પોતાના દમ પર એક્શન કરે છે.

ઉમેશ શુક્લા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ 'આખ મિચોલી'ને લઇને અભિનેતા ઘણા ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે, આ તેની પ્રથમ કોમેડી ફિલ્મ છે અને આ ફિલ્મને લઇને તેમને થોડી શંકા હતી કે હું આ ફિલ્મ કરી શકુ કે કેમ? મને તે યોગ્ય લાગ્યું અને ઉમેશ સર મારા કામથી ખુશ છે.

ABOUT THE AUTHOR

...view details