મુંબઈ: અભિનેતા અભય દેઓલે એકવાર ફરી બોલિવૂડ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા ભ્રષ્ટાચાર પર પણ એક ફિલ્મ બની શકે છે.
પોતાની 2012માં આવેલી ફિલ્મ 'શાંઘાઈ'નું પોસ્ટર શેર કરતા તેણે કેપશન માં લખ્યું, “શાંઘાઈ 2012માં રીલિઝ થઈ હતી. વસિલીસ, વસિલિકોસ દ્વારા લખેલી ગ્રીક નોવેલ - ઝેડ પરથી બનાવવામાં આવેલી આ ફિલ્મમાં ભારતના પોલિટિકલ વાતાવરણનું ચિત્રણ હતું. આ ફિલ્મ આજના સમયમાં પણ એટલી જ અસરકારક છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ચાલતા ભ્રષ્ટાચાર પર પણ એક ફિલ્મ બની શકે.”