મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ઘણા સ્ટાર્સ બોલિવૂડ લોબી અંગે ખુલીને સામે આવ્યા છે. અભય દેઓલે પણ ખુલાસો કર્યો છે કે, બોલીવૂડમાં લોબી કેવી રીતે કામ કરે છે. અભય દેઓલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિશે પોસ્ટ કરીને બોલીવૂડની લોબી અંગે સ્પષ્ટતા કરી છે.
2011માં આવેલી ફિલ્મ 'જિંદગી ના મિલેગી દોબારા' સુપરહિટ રહી હતી. આ ફિલ્મને આજે પણ લોકો યાદ કરે છે. આ ફિલ્મ ત્રણ મિત્રોની છે. જેમાં રિતિક રોશન, ફરહાન અખ્તર અને અભય દેઓલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેમાં અભય દેઓલે આ ફિલ્મ વિશે જે કહ્યું છે તે આશ્ચર્યજનક છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ઘણા સ્ટાર્સ ખુલીને આ મામલે બોલતા થયા છે. અભય દેઓલે પણ ખુલાસો કર્યો છે કે, બોલીવૂડમાં લોબી કેવી રીતે કામ કરે છે.