મુંબઈઃ 'ઝિંદગી ના મિલેગી દોબારા' અને 'હેપ્પી ભાગ જયેગી' જેવી ફિલ્મોમાં જોવા મળેલા અભય દેઓલ છેલ્લે નેટફ્લિક્સની 'ચોપસ્ટિક્સ' અને 'વૉટ આર ધ ઓડ્સ' માં જોવા મળ્યા હતા. અભિનેતા ફરીથી સેટ પર જવા માટે રાહ જોઈ રહ્યાં છે. જેનો ફોટો સોશ્યિલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો હતો. અભિનેતા અભય દેઓલ આતુરતાથી સેટ પર પાછા જવાની રાહ જોઇ રહ્યાં છે.
અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તે ગ્રે ટીશર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. તે ફોટોમાં કંઈક વિચારતા જોવા મળી રહ્યાં છે. કેપ્શનમાં લખ્યું કે, હું કામકાજના દિવસો યાદ કરી રહ્યો છું, હવે ફરીથી સેટ પર જવા માટે વધારે રાહ નથી જોઇ શકતો.