ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આરૂષિ નિશંકનું ડેબ્યુ સોંગ 'વફા ના રાસ આઇ' ને મળ્યા 100 મિલિયનથી વધુ વ્યૂઝ - આરૂશી નિશાંકના ગીતને 100 મિલિયન વ્યૂઝ મળ્યા

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોકરિયાલ નિશંકની બેટી આરૂષિ નિશંકના ડેબ્યુ સોંગ 'વફા ના રાસ આઇ' ખુબ ધામ ઘૂમ મચાવી રહ્યુ છે. તે સોંગને અત્યાર સુધામાં 100મિલિયનથી પણ વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.

આરૂષિ નિશંકનું ડેબ્યુ સોંગ 'વફા ના રાસ આઇ' ને મળ્યા 100 મિલિયનથી વધુ વ્યૂઝ
આરૂષિ નિશંકનું ડેબ્યુ સોંગ 'વફા ના રાસ આઇ' ને મળ્યા 100 મિલિયનથી વધુ વ્યૂઝ

By

Published : May 20, 2021, 2:21 PM IST

  • આરૂષિ નિશંકના ડેબ્યુ સોંગ 'વફા ના રાસ આઇ'ના 10 કરોડથી પણ વધારે વ્યૂઝ
  • રમેશ પોકરિયાલ નિશંકની બેટી આરૂષિ નિશંકના લોકોએ કરી રહ્યા છે પ્રશંસા
  • વફા ના રાસ આઇ' સોંગનું શૂટિંગ કાશ્મીરમાં થયું હતું

હરિદ્વારઃ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોકરિયાલ નિશંકની બેટી આરૂષિ નિશંકના ડેબ્યુ સોંગ 'વફા ના રાસ આઇ' ને દર્શકો તરફથી સારી પ્રતિક્રિયા મળી છે. ગીત રિલીઝ થયુ ત્યારથી અત્યાર સુધીમાં યૂટ્યૂબ પર 10 કરોડથી પણ વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે, ત્યારબાદ લોકો આરૂષિની પ્રશંસા કરી રહ્યા છે.

આરૂષિ નિશંકનું ડેબ્યુ સોંગ 'વફા ના રાસ આઇ' ને મળ્યા 100 મિલિયનથી વધુ વ્યૂજ

આ પણ વાંચોઃવિજય સેતુપતિએ પોતાની બૉલિવૂડ ડેબ્યુ ફિલ્મ મુંબઇકરનો 'ફસ્ટ લૂક' જાહેર કર્યો

પોતાનો ડેબ્યૂ વીડિયને લઇને આરૂષિ નિશંકે આપી જાણ કારી

પોતાનો ડેબ્યૂ વીડિયને લઇને આરૂષિ નિશંકે જણાવ્યું હતુ કે, વાસ્તવમાં આ મારા માટે પડકારરૂપ હતુ. કેમ કે, આ મારો પ્રથમ પૉજેક્ટ હતો. હું તકનીકી ભાષાને ભાગ્યે જ જાણતી હતી, પરંતુ સહ-અભિનેતા અને દિગ્દર્શકે શૂટિંગ દરમિયાન ઘણી મદદ કરી હતી જેના કારણે આ શૂટ સરળતાથી પૂર્ણ થયું હતું.

આ પણ વાંચોઃશરદ કેલકર આ મરાઠી ફિલ્મથી ફિલ્મ નિર્માતા તરીકે કરશે ડેબ્યુ

'વફા ના રાસ આઇ' શૂટ કરવાથી ખૂબ આનંદ થયોઃ આરૂષિ નિશંક

આરૂષિએ કહ્યું કે, આ વીડિયો ગીત આ વર્ષે જાન્યુઆરીમાં કાશ્મીરમાં શૂટ કરવામાં આવ્યું હતું. આવા પ્રતિકૂળ હવામાનમાં શૂટિંગ કરવું ખરેખર મુશ્કેલ હતું એટલા માટે શૂટિંગ શ્રીનગરમાં થયું હતું અને બરફવર્ષા ન થાય તે માટે શૂટિંગની સરૂઆત સવારે કરવામાં આવી હતી. ખરેખર હવામાનને કારણે શૂટિંગ કરવું ખૂબ પડકારજનક હતું, પરંતુ આ સોંગને શૂટ કરવાથી મને ખૂબ આનંદ થયો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details