ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઐશ્વર્યાની દિકરીએ કોરોના વૉરિયર્સને આપ્યું ટ્રિબ્યુટ, બનાવ્યું સુંદર ડ્રોઇંગ - આરાધ્યા બચ્ચન

આરાધ્યા બચ્ચન, સ્ટાર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની 8 વર્ષની દિકરીએ કોવિડ-19 સામે લડનારા તમામ ફ્રન્ટલાઇન વૉરિયર્સને ટ્રિબ્યુટ આપતા એક સુંદર ડ્રોઇન્ગ બનાવ્યું હતું.

Etv Bharat, Gujarati News, Aradhya Bachchan, Covid 19
aish duaghter corona warriors tribute

By

Published : May 4, 2020, 3:24 PM IST

મુંબઇઃ સ્ટાર કપલ અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની 8 વર્ષની દિકરી આરાધ્યાએ કોવિડ 19 સામે લડાઇ લડતા તમામ લોકોને કળાના માધ્યમથી કોરોના વૉરિયર્સને ટ્રિબ્યુટ આપ્યું છે.

એશ્વર્યા અને અભિષેક બંનેએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની નાની કલાકાર દ્વારા બનાવેલા ડ્રોઇન્ગનો ફોટો શેર કર્યો હતો.

આ ચિત્રમાં હાથ જોડેલા છે, જેના પર 'થેન્ક્યૂ' અને ધન્યવાદ લખેલું છે. આ ઉપરાંત તમામ ફ્રન્ટલાઇન વર્કર્સ જેવા કે, ટીચર્સ, મીડિયા પ્રોફેશન્લસ, પોલીસ અધિકારી, ડૉકટર્સ, આર્મી ઉપરાંત સફાઇ કર્મચારીઓની છબી બનાવવામાં આવી છે.

સ્કેચના નીચલા ભાગમાં કોવિડ 19ના બચાવ માટે જરુરી સાવધાનીઓ પણ દર્શાવવામાં આવી છે, જેવી કે, હેન્ડ સેનિટાઇઝર, માસ્ક અને સાબુ વગેરે...

સ્કેચનો અંત એક સંદેશા સાથે થાય છે કે, 'સ્ટે હોમ, સ્ટે સેફ' ( ઘરે રહો, સુરક્ષિત રહો).

સમગ્ર બચ્ચન પરિવાર સહિત તમામ બૉલિવૂડ સેલેબ્સ કોરોના વાઇરસથી બચવા માટે સામાજિક અંતર, સેલ્ફ આઇસોલેશન અને સેલ્ફ ક્વોરન્ટાઇનને અપનાવી રહ્યા છે અને લોકોને પણ તેમ કરવાની અપીલ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details