મુંબઇ: અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘બચ્ચન પાંડે’ અને આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ અગાઉ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની હતી, પરંતુ આમિર ખાનની વિનંતી બાદ અક્ષયે પોતાની ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે 22 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.
આમિરની વિનંતી બાદ ‘બચ્ચન પાંડે’ની નવી રિલીઝ ડેટ જાહેર - લાલ સિંહ ચઢ્ઢા
અક્ષય કુમારે આમિર ખાનની ફિલ્મ સાથે ક્લેશ અટકાવવા પોતાની ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો છે. અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘બચ્ચન પાંડે’ અને આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ અગાઉ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની હતી, પરંતુ આમિર ખાનની વિનંતી બાદ અક્ષયે પોતાની ફિલ્મની રિલીઝ ડેટ બદલી છે. હવે આ ફિલ્મ આવતા વર્ષે 22 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યૂસ કરી રહ્યા છે અને ફરહાદ સામજી ડિરેક્ટ કરવાના છે.

આમિર ખાનની વિનંતી બાદ ‘બચ્ચન પાંડે’ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર
આમિર ખાને અક્ષયનો આભાર માનતા ટ્વીટ કર્યું કે, ‘ક્યારેક એક વાતચીત જ કાફી હોય છે. મારા મિત્રો અક્ષય કુમાર અને સાજીદ નડિયાદવાલાનો આભાર કે તેમણે મારી વિનંતી પર બચ્ચન પાંડે ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ધકેલી.’ જેના જવાબમાં અક્ષય કુમારે ફિલ્મનો નવો લુક નવી રિલીઝ ડેટ સાથે શેર કરી લખ્યું કે, ‘એનીટાઈમ આમિર ખાન. આપણે બધા અહીંયા મિત્રો છીએ.’