ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આમિર ખાને પત્ની કિરણ સાથે તેના આસિસ્ટન્ટના અંતિમ સંસ્કારમાં આપી હાજરી - સુપરસ્ટાર આમિર ખાનનો આસિસ્ટન્ટ

સુપરસ્ટાર આમિર ખાનના આસિસ્ટન્ટ અમોસનું મંગળવારે અવસાન થયું હતું. ત્યારે આમિર ખાન અને પત્ની કિરણ રાવ સાથે તેના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા.

આમિર ખાને પત્ની કિરણ સાથે તેના આસિસ્ટન્ટના અંતિમ સંસ્કારમાં આપી હાજરી
આમિર ખાને પત્ની કિરણ સાથે તેના આસિસ્ટન્ટના અંતિમ સંસ્કારમાં આપી હાજરી

By

Published : May 13, 2020, 7:04 PM IST

મુંબઇ: સુપરસ્ટાર આમિર ખાન બુધવારે તેમના દિવંગત આસિસ્ટન્ટ આમોસના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા. અમોસનું મંગળવારે અવસાન થયુ હતું. આમિર ખાન તેમની પત્ની કિરણ રાવ સાથે સંવેદના વ્યક્ત કરવા પહોંચ્યા હતા.

અહેવાલો અનુસાર, એમોસનું મોત હાર્ટ એટૈકથી થયું હતું. અમોસ 25 વર્ષથી અભિનેતા આમિર ખાન સાથે કામ કરી રહ્યો હતો.

અમોસના અંતિમ સંસ્કારની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટામાં આમિર અને કિરણ અમોસના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જોવા માળ્યા હતા.

કોવિડ-19 રોગચાળાને કારણે આમિર અને કિરણ બંનેએ અંતિમવિધિમાં માસ્ક પહેર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details