ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આમિર ખાન અને કિરણ રાવ સાથે જોવા મળ્યા, દિકરા આઝાદ સાથે કર્યું રેસ્ટોરન્ટમાં લંચ - આમિર ખાન અને કિરણ રાવ

આમિર ખાન અને તેની પૂર્વ પત્ની કિરણ રાવ મુંબઈની એક હોટલમાં લંચ ડેટ પર સાથે જોવા મળ્યા. આ દરમિયાન તેમનો દિકરો આઝાદ પણ સાથે હતો અને સાથે કેટલાક પરિચિતો પણ હતા. આ દરમિયાન આમિર ખાન અને કિરણ રાવે તસવીરો પણ ક્લિક કરાવી હતી.

આમિર અને કિરણે  આઝાદ સાથે કર્યું રેસ્ટોરન્ટમાં લંચ
આમિર અને કિરણે આઝાદ સાથે કર્યું રેસ્ટોરન્ટમાં લંચ

By

Published : Sep 27, 2021, 1:04 PM IST

  • આમિર ખાન અને કિરણ રાવ એકસાથે જોવા મળ્યા
  • દિકરા આઝાદ સાથે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા
  • તાજેતરમાં જ બંને લદ્દાખમાં શૂટિંગ પૂર્ણ કરીને પાછા ફર્યા છે

હૈદરાબાદ: આમિર ખાન અને કિરણ રાવ રવિવારના બપોરે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં સ્પોટ થયા. પૂર્વ કપલની સાથે 9 વર્ષનો દિકરો આઝાદ પણ હાજર હતો. આ દરમિયાન તેમની સાથે ઘણી સિક્યુરિટી હાજર હતી. જો કે પપારાજી માટે તેમણે અનેક પોઝ આપ્યા. જ્યારે આમિર ખાન અને કિરણ રાવ ફોટો ક્લિક કરાવી રહ્યા હતા, ત્યારે તેમની સાથે અનેક પરિચિત લોકો પણ હાજર હતા.

જુલાઈમાં જ બંનેએ છૂટાછેડા લીધા છે

પૂર્વ કપલ જે આઉટિંગ્સ માટે કૂલ અને કેઝ્યુઅલ લૂક્સ માટે ઓળખાય છે, એકવાર ફરી કમ્ફર્ટેબલ આઉટફિટમાં જોવા મળ્યું. આ દરમિયાન તેમણે કોરોના મહામારીને જોતા માસ્ક લગાવી રાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં આમિર અને કિરણે એક-બીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ સાથે જ એ ક્લિયર કરી દેવામાં આવ્યું હતું કે તેઓ કૉમન પ્રોજેક્ટ્સ પર એકસાથે કામ કરશે અને આઝાદ માટે પેરેંટિંગ ડ્યૂટી નિભાવશે.

વેલેન્ટાઇન્સ ડે પર સિનેમાઘરોમાં જોવા મળશે આમિરની ફિલ્મ

ગત મહિને બંને લદ્દાખથી 'લાલ સિંહ ચડ્ઢા'નું શૂટિંગ કરીને પરત ફર્યા છે. લદ્દાખથી એક્સ કપલના અનેક વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક વિડીયોમાં આમિર અને કિરણ લોકલ લોકોની સાથે પારંપરિક ડાન્સ કરતા જોવા મળી રહ્યા હતા. આ વિડીયો ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચામાં રહ્યો. વાત કરીએ 'લાલ સિંહ ચડ્ઢા'ની તો આ આગામી વર્ષે વેલેન્ટાઇન્સ ડે પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: Aranyak teaser: રવિના ટંડનું 'આરણ્યક' સિરીઝ સાથે ડિજિટલ ડેબ્યૂ, ટીઝર કર્યું લોન્ચ

આ પણ વાંચો: 'ખતરોં કે ખિલાડી 11' ના વિનર બન્યા બાદ અર્જુન બિજલાનીની પ્રથમ પોસ્ટ, શો વિશે શું કહ્યું જાણો

ABOUT THE AUTHOR

...view details