મુંબઇ: બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' કોરોના વાઇરસને કારણે પૂરી થઇ શકી નહોતી, ત્યારે ફિલ્મના ઘણાં સીન શૂટ કરવાના બાકી હતા. અત્યારે અભિનેતા બાકી રહી ગયેલા સીનને શૂટ કરવા માટે તુર્કી પહોંચી ગયો છે. જ્યાં બાકી રહી ગયેલા સીન શૂટ કરવામાં આવશે.
આમિર ખાન 'લાલ સિંહ ચઢ્ઢા'ના શૂટિંગ માટે તુર્કી પહોંચ્યો, તસવીરો વાયરલ - બોલીવૂડ સુપરસ્ટાર અભિનેતા આમિરખાન
સુપરસ્ટાર આમિર ખાન પોતાની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની શૂટિંગને ફરીથી શરૂ કરવા માટે તુર્કી પહોંચી ગયો છે. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
આમિર ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં આમિર ખાનની તુર્કીની વિઝીટ બતાવવામાં આવી રહી છે. આ તસવીરોમાં આમિર માસ્ક પહેરેલો જોવા મળી રહ્યો છે, ત્યાં એક એજન્સીએ એવી પણ માહિતી આપી હતી કે, આમિર પોતાની ફિલ્મના શૂટિંગ માટે તુર્કીમાં થોડા દિવસ રોકાણ કરશે અને તુર્કી સરકાર તેને મદદ કરશે.
કહેવામાં આવી રહ્યું છે કે, ભારતમાં શૂટિંગ શરૂ કરવું મુશ્કેલ બની રહ્યું હતું, આવી સ્થિતિમાં આમિરે તુર્કીમાં સેટઅપ લેવાનું નક્કી કર્યું છે. આ સિવાય અક્ષય કુમાર પણ પોતાની ટીમ સાથે અમેરિકા ગયો છે, જ્યાં તે પોતાની આગામી ફિલ્મ 'બેલબોટમ'નું શૂટિંગ પૂર્ણ કરશે.