- ફિલ્મની મુખ્ય જોડી આમિર અને કરીના 'તલાશ' અને '3 ઇડિયટ્સ' પછી ત્રીજી વખત સ્ક્રીન શેર કરશે
- ઉપરાજ્યપાલને મળતા બન્નેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
- ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા'નું શૂટિંગ થોડા દિવસ પહેલા લદ્દાખમાં પૂર્ણ થયું હતું
શ્રીનગર: બોલિવૂડ અભિનેતા આમિર ખાન (Aamir Khan )અને નિર્માતા-નિર્દેશક કિરણ રાવે(kiran Rao) આજે રાજભવન ખાતે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે મુલાકાત કરી. ઉપરાજ્યપાલને મળતા બન્નેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચો- ફિલ્મ અભિનેતા આમિર ખાન પરિવાર સાથે ગીર જંગલની મુલાકાત લે તેવી શક્યતા
જમ્મુ કાશ્મીરની નવી ફિલ્મ નીતિ અંગે ચર્ચા કરવામાં આવી
આ મૂલાકાતની તસવીર ન્યૂઝ એજન્સી ANI દ્વારા ટ્વીટ કરવામાં આવી છે. ટ્વિટ કરતી વખતે લખ્યું હતું- 'આમિર ખાન અને કિરણ રાવે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા(manoj sinha) ને રાજભવન ખાતે મળ્યા હતા. આ બેઠક દરમિયાન, જમ્મુ કાશ્મીરની નવી ફિલ્મ નીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. બોલીવુડમાં જમ્મુ -કાશ્મીરની સુંદરતાને ઉજાગર કરવા અને તેને ફિલ્મના શૂટિંગ માટે મનપસંદ સ્થળ બનાવવા માટે પણ વાતચીત કરવામાં આવી હતી.
આ પણ વાંચો-Talk of the B-Town: અમારા ડિવોર્સ અંત નથી, નવી શરૂઆત છે...
લાલ સિંહ ચડ્ડા ફિલ્મ 1994ની અમેરિકન કોમેડી-ડ્રામા 'ફોરેસ્ટ ગંપ'થી પ્રેરિત છે
ઉલ્લેખનિય છે કે, આમિર ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા'Lal Singh Chadda નું શૂટિંગ થોડા દિવસ પહેલા લદ્દાખમાં પૂર્ણ થયું હતું. લાલ સિંહ ચડ્ડા ફિલ્મ 1994ની અમેરિકન કોમેડી-ડ્રામા 'ફોરેસ્ટ ગંપ'થી પ્રેરિત છે. અતુલ કુલકર્ણી દ્વારા લિખિત, 'લાલ સિંહ ચડ્ડા' નું નિર્દેશન અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું છે અને વાયકોમ 18 સ્ટુડિયો અને આમિર ખાન પ્રોડક્શન દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. ફિલ્મની મુખ્ય જોડી આમિર અને કરીના 'તલાશ' અને '3 ઇડિયટ્સ' પછી ત્રીજી વખત સ્ક્રીન શેર કરશે.