એક્ટર આમિર ખાન તેમની આગામી ફિલ્મ લાલ સિંહ ચઠ્ઠાની લઈને જબરજસ્ત ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મના મેકર્સે લાલ સિંહ ચઠ્ઠાના લોગોને ઈન્ટરનેટ પર રિલીઝ કર્યો હતો. સાથે જ ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિકને લઈને ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે, તે ગ્રેન્ડ મ્યૂઝિક હોય શકે છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ આગામી વર્ષે 25 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
ફિલ્મ સાથે જોડાયેલા એક સોર્સે જણાવ્યું કે, આ ફિલ્મમાં આમિર સિવાય કરીના કપૂર ખાન અને સાઉથ એક્ટર વિજય નજર આવી શકે છે. વિજય આ પહેલા ખૂબ જ ચર્ચિત ફિલ્મ સુપર ડીલક્સમાં નજર આવ્યા હતા.
ફિલ્મમાં આમિર ટોમ હેક્સનો રોલ પ્લે કરશે. જ્યારે વિજય તેમના મિત્રનું પાત્ર ભજવતા નજરે પડશે. કેટલાક સમય પહેલા આમિરનો ફોટો વાયરલ થયો હતો. જેમાં તે ખુલા લાંબા વાળ અને લાંબી દાઢીમાં નજર આવી રહ્યા હતા.
આમિરે પોતાના આ લુકમાં માથે કૈપ પહેરી છે અને તેમનું વજન પણ ખૂબ જ વધારે હોય તેવું દેખાઈ રહ્યું છે. આમિરે કોલકાતાના હાવડા બ્રિજ પર સવારે સવારે શૂટિંગ કર્યું હતું. આમિરનો આ લુક ફિલ્મના ઓરિજનલ સ્ટાર ટોમ હૈક્સથી મળતું આવે છે. ઉલ્લેખનીય છે કે, આમિરની આ ફિલ્મ વર્ષ 1994માં આવેલી ઓસ્કાર વિનિંગ હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગંપની ઓફિશિયલ રીમેક છે.