ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જ્યારે આમિર ખાનનો બોલીવુડમાં આટલો દબદબો ન હતોઃ 'કયામત સે કયામત'નું પોસ્ટર લગાવતો આમિરનો વીડિયો વાઈરલ - 'કયામત સે ક્યામત તક'

આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની પહેલી મોટી ફિલ્મ 'કયામત સે કયામત તક' નું પોસ્ટર રિક્ષાની પાછળ ચોંટાવી રહ્યા છે.

aamir khan
aamir khan

By

Published : Apr 24, 2020, 4:00 PM IST

મુંબઇ: આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના મિત્ર સાથે રિક્ષા પર પોતાની ફિલ્મના પોસ્ટર ચોંટાડી રહ્યા છે.

આ વીડિયો જોતાં જ સ્પષ્ટ થાય છે કે, આમિર તેની ફિલ્મના પ્રમોશન માટે આવું કરી રહ્યો છે. આમિરે તેની ફિલ્મ્સના અનોખા પ્રમોશન માટે જાણીતો છે તે સૌ કોઈ જાણે છે. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયાના તેના ચાહકો માટે એક ટ્રીટ જેવો છે.

એવું કહેવામાં આવે છે કે, આમિર તેની પહેલી મોટી ફિલ્મ 'કયામત સે ક્યામત તક'ને પ્રેક્ષકો સુધી પહોંચડાવા માટે એટલો જનૂની હતો કે, કેટલીકવાર તે પોતાના કો- સ્ટાર રાજ ઝુત્શી સાથે પોસ્ટર લગાવવા નીકળી પડતો હતો. તેમજ જ્યાં સુધી ફિલ્મ સિનેમાઘરોમાં ન આવે ત્યાં સુધી તે પોસ્ટર લગાવવાનું કામ કરતાં હતા.

આ વીડિયો સૌ પ્રથમ સેલિબ્રિટી ફોટોગ્રાફર દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ઇન્ટરનેટ પર ફેલાયો હતો.

આમિરની તાજેતરની ફિલ્મો વિશે વાત કરીએ તો, હવે તે આગામી સમયમાં કરીના કપૂર ખાન સાથેના રોમેન્ટિક-ડ્રામા 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે. આ ફિલ્મ અમેરિકન સ્ટાર ટોમ હેન્ક્સની ઓસ્કર વિજેતા ફિલ્મ' ફોરેસ્ટ ગમ્પ 'ની રીમેક છે.

ABOUT THE AUTHOR

...view details