- લગાનના શુટિંગ દરમિયાન મળ્યા હતા આમિર અને કિરન
- ગુજરાતની ધરતી પર પાંગર્યો હતો આમિર કિરનનો પ્રેમ
- કાનની કડીએ બની આમિર કિરનની લવસ્ટોરીમાં મહત્વની કળી
ન્યૂઝ ડેસ્ક : દિગ્ગજ અભિનેતા આમિર ખાને ( Aamir Khan ) તેની હાલની પત્નિ કિરન ( Kiran Rao ) સાથે અલગ થવાનો નિર્ણય કર્યો છે. આમિર (Aamir Khan)અને કિરન( Kiran Rao ) તરફથી આપવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં આ નિર્ણય બન્નેની સંમતિથી લેવામાં આવ્યો છે. શનિવારે બન્ને તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આ 15 સુંદર વર્ષોમાં આપણે સાથે મળીને જીવનભરના અનુભવો, આનંદ અને ખુશી શેર કરી છે અને અમારા સંબંધો ફક્ત વિશ્વાસ, આદર અને પ્રેમમાં આગળ વધ્યા છે. હવે અમે પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરવા માગીએ છે. હવે અમે પતિ અને પત્ની તરીકે નહીં પણ એક-બીજા માટે સહ-માતા-પિતા અને પરિવારના સભ્યના રૂપમાં આગળ વધીશું.
લગાનના શુટિંગ દરમિયાન મળ્યા હતા આમિર અને કિરન
લગાન ફિલ્મમાં આમિર ખાન લીડ રોલમાં હતો. જ્યારે કિરન રાવ ( Kiran rao ) આ ફિલ્મની આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતી. આ દરમિયાન તેમની વચ્ચે એટલી સારી દોસ્તી કે ખાસ વાતચીત થતી ન હતી. કિરન આમિર સાથેની પહેલી મુલાકાત વિશે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમે ભૂજ લોકેશન જોવા માટે બસમાં જવાનું હતું, ત્યારે સૌથી છેલ્લે આમિર આવ્યો અને અમારા ડાયરેક્ટરે બધા સાથે મળાવ્યો હતો. જે દરમિયાન આમિરે દરેક સાથે હાથ મિલાવ્યો કર્યું. મને લાગ્યું કે આમિર ( Aamir Khan ) ડાઉન ટૂ અર્થ માણસ છે. જમીન સાથે જોડાયેલો માણસ છે, જે દરેક સાથે આત્મિયતા સાથે વાત કરતો હતો. આમિરની એ વાત મને ખુબ પ્રભાવિત કરી હતી.