ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સૈફની ફિલ્મ "લાલ કપ્તાન"નું ટીઝર રિલીઝ, જાણો ક્યારે આવશે આ ફિલ્મ - નવદીપ સિંહ

મુંબઇ: નવદીપ સિંહ દ્વારા નિર્દેશિત ફિલ્મ "લાલ કપ્તાન"નો ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેમાં સૈફ અલી ખાન એક અલગ જ લૂકમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના ડાયલોગ્સ એકદમ દમદાર છે. અભિનેતાની આ ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ સિનેમાં ઘરોમાં રિલીઝ થશે.

"લાલ કપ્તાન"નો ટીઝર રિલીઝ

By

Published : Aug 16, 2019, 4:38 PM IST

અભિનેતા સૈફ અલી ખાનની અપકમિંગ ફિલ્મ લાલ કપ્તાનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘લાલ કપ્તાન’નો ફર્સ્ટ લૂક વીડિયો તેના બર્થ ડે પર 16 ઓગસ્ટના રોજ રિલીઝ થયું છે. જે ફિલ્મમાં સૈફ અલી ખાન બદલાખોર નાગા સાધુના રોલમાં છે. વીડિયોમાં સૈફ તેના ચહેરા પર ભસ્મ લગાવતો નજરે આવે છે અને બેકગ્રાઉન્ડમાં તેનો અવાજ સંભળાય છે કે, ‘હર રામ કા અપના રાવણ, હર રામ કા અપના દશેરા.’ આ ફિલ્મ અગાઉ 6 સપ્ટેમ્બરના રિલીઝ થવાની હતી. પરંતુ, હવે ફિલ્મ 11 ઓક્ટોબર અને દશેરાના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને ડાયરેક્ટર નવદીપ સિંહે ડિરેક્ટ કરી છે. ફિલ્મને ‘ઈરોસ ઇન્ટરનેશનલ’ અને આનંદ એલ રાય પ્રેઝન્ટ કરી રહ્યા છે.

ફિલ્મ લાલ કપ્તાન 11 ઓક્ટોબરના રોજ સિનેમા ઘરોમાં આવશે. આ ટીઝરમાં સૈફ એક જંગલમાં બેઠેલ જોવા મળી રહ્યો છે. જેમાં તે એકદમ ખતરનાક લુકમાં નજરે આવે છે. ફિલ્મનાં કેરેક્ટર વિશે જો વાત કરવામાં આવે તો સૈફ અલી ખાને અગાઉ જણાવ્યું હતું કે, ‘હું એક બદલાખોર નાગા સાધુનો રોલ ભજવી રહ્યો છું. તેણે એક બ્રિટિશ સોલ્જરને મારી નાખ્યો હોય છે. જેમાં તે કૂલ દેખાવવા માટે માથા પર સ્કાર્ફ બાંધી રાખે છે. ‘ વધુમાં સૈફે જણાવ્યું હતું કે, ‘મેકઅપ માટે 2 કલાકનો સમય લાગતો હતો. આ ગેટ અપ સાથે શૂટિંગમાં જવાનું મારા માટે જાણે રોજ યુદ્ધમાં જવા બરાબર હતું. ફિલ્મનું શૂટિંગ કાદવ-કીચડમાં અને ખરા તડકામાં થયું હતું.’

ABOUT THE AUTHOR

...view details