કંગના રનૌત સામે રાષ્ટ્રદ્રોહ હેઠળ ફરિયાદ
કંગના રનૌત આપવામાં આવેલ પદ્મશ્રી પુરસ્કાર પરત લેવાની માંગ
ધનબાદ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત(Kangna Ranaut) વિરુદ્ધ ઝારખંડની એક કોર્ટમાં રાજદ્રોહ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આઝાદી અને ગાંધીજી પરના તેમના વિવાદાસ્પદ નિવેદન બાદ સામાજિક કાર્યકર્તા ઈઝહર અહેમદ ઉર્ફે બિહારીએ ધનબાદ કોર્ટમાં(Dhanbad Court) આ ફરિયાદ દાખલ કરી છે.ફરિયાદમાં કંગનાના નિવેદનને રાષ્ટ્ર વિરોધી(Anti-nation Kangna) અને ભારતને અપમાનજનક ગણાવ્યું છે. આ સાથે કોર્ટ પાસે ફિલ્મ અભિનેત્રી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપવાની માંગ કરવામાં આવી છે. આ મામલે 20 નવેમ્બરે સુનાવણી થશે.
નિવેદન દ્વારા નુકસાન
સામાજિક કાર્યકર્તા ઈઝહાર અહેમદે કહ્યું કે, કંગનાના નિવેદનથી દુઃખ થયું છે કારણ કે આ નિવેદન ભારતને બદનામ કરતું નિવેદન છે. દેશને ક્યારે અને કેવી રીતે આઝાદી મળી તે સૌ જાણે છે. પોલીસે FIR નોંધવાનો ઈન્કાર કર્યા બાદ તે કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટને કંગના વિરુદ્ધ FIRનો આદેશ આપવાની માંગ કરી છે.