નેશનલ એવોર્ડ: હેલ્લારોની 13 અભિનેત્રીઓને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ, આયુષ્માન-વિક્કી બેસ્ટ એક્ટર
નેશનલ એવોર્ડ: ‘હેલ્લારો’ની 13 અભિનેત્રીઓને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ, આયુષ્માન-વિક્કી બેસ્ટ અભિનેતા - આયુષ્માન ખુરાના
નવી દિલ્હી: સોમવારે 66માં નેશનલ એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની 13 અભિનેત્રીઓને સ્પેશિયલ જ્યુરી અવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈંયા નાયડુના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માહિતી તથા પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર, સચિવ રવિ મિત્તલ, જ્યૂરી પ્રમુખ રાહુલ રવૈલ, ઉત્પલ બોરપુજારી, ફિરદૌસુલ હસન, અશોક દુબે અને વિજતાઓ હાજર રહ્યાં હતાં. નેશનલ એવોર્ડ સેરેમનીને સોનાલી કુલકર્ણી અને દિવ્યા દત્તાએ હોસ્ટ કરી હતી.
હેલ્લારો
66માં નેશનલ ફિલ્મ એવોર્ડસનું દિલ્હીના વિજ્ઞાન ભવનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 66માંં નેશનલ એવોર્ડમાં અંધાધુન, પદ્માવત, બધાઇ હો, ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકની બોલબાલા છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળક એવોર્ડથી સન્માનિત કરવલામાં આવશે.
- 66માં નેશનલ એવોર્ડમાં આયુષ્માન ખુરાના-વિક્કી કૌશલનો દબદબો
- સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ
- ખરાબ સ્વાસ્થયના કારણે અમિતાભ બચ્ચન નેશનલ એવોર્ડ કાર્યક્રમમાં ભાગ લેવ માટે નથી આવ્યા
- ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકના વિક્કી કૌશલને બેસ્ટ એક્ટરનું સન્માન
- અંધાધુન માટે આયુષ્માન ખુરાનાને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ
- સંજય લીલા ભંસાલીને ફિલ્મ પદ્માવતમાટે બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્શનને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
- અક્ષય કુમારને ફિલ્મ પેડમેનમાટે બેસ્ટ સોશિયલ ફિલ્મનો નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન આર.બાલ્કીએ કર્યું હતું. ફિલ્મમાં અક્ષય કુમાર અને સોનમ કપુર અને રાધિકા આપ્ટેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી
- સાઉથ અભિનેત્રી કિર્તિ સુરેશને 'મહાનતી'માટે અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
- બેસ્ટ અભિનેત્રાની કેટેગરીમાં આયુષ્માન ખુરાનાને અંધાધુનઅને વક્કી કૌશલને ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
- કૃતિ મહેશ મિઘાને પદ્માવતના ઘૂમર ગીતમાટે બેસ્ટ કોરિયોગ્રાફરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ગીત દીપિકા પાદુકોણ પર ફિલ્માંકિત કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સંજય લીલા ભંસાલીને ડાયરેક્ટ કરી હતી.
- કન્નડ ફિલ્મ KGFને સ્ટંટ કોરિયોગ્રાફીમાં બેસ્ટ એકશન ડાયરેક્શન એવોર્ડ મળ્યો છે. કોરિયોગ્રાફર વિક્રમ મોરેને KGF માટે એવોર્ડ મળ્યો છે.
- આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ અંધાધુનને બેસ્ટ હિન્દી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મને નિર્દેશન એસ. રાધવને કર્યું છે. ફિલ્મમાં રાધિકા આપ્ટે તબ્બુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.