ગુજરાત

gujarat

ETV Bharat / sitara

FLASHBACK 2019: 10 ફિલ્મો જેણે આપ્યો સામાજિક સંદેશ - Hindi films with message

જાતિનો ભેદભાવ, મહિલા સશક્તિકરણ અને વર્ગ ભેદભાવ ઉપરાંત આ વર્ષે ટાલ પડવાના વિષયથી લઈને ભારતીય સમાજમાં ગોરાપણાનો મોહ પણ હિન્દી સિનેમા સ્ક્રીન પર અદભૂત રીતે રજૂ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મોએ તેની આશ્ચર્યજનક પટકથા સાથે બોક્સ-ઓફિસ ઉપર પણ ટંકશાળ પાડી હતી.

ETV BHARAT
10 ફિલ્મો જેણે આપ્યો સામાજિક સંદેશ

By

Published : Dec 28, 2019, 4:00 PM IST

આ વર્ષમાં ફિલ્મ 'બાલા'ની બોલબાલા રહી હતી તો બીજી તરફ 'આર્ટિકલ 15', 'સાંડ કી આંખ' અને 'ગલી બોય'ની પણ એટલી જ ચર્ચા થઈ. કેટલીક ફિલ્મોએ દેશભરમાં સાર્થક ચર્ચાઓ શરૂ કરી હતી તો કેટલીક ફિલ્મોની બહુ ઓછી અસર પડી હતી.

10 ફિલ્મો જેણે આપ્યો સામાજિક સંદેશ

આ બધી ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી ઝોયા અખ્તરની 'ગલી બોય', જેમાં રણવીર સિંહે મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા એક યુવાનનું પાત્ર ભજવ્યું હતું, જે રેપ દ્વારા સમાજ પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ હતી. ફિલ્મમાં ધનિક અને ગરીબ વચ્ચેનું સામાજિક અંતર અને સુવિધાઓનાં અભાવને કારણે ગરીબ કેવી રીતે મોટું સ્વપ્ન પણ નથી જોતા તે પણ શ્રેષ્ઠ રીતે રજૂ કરવામાં આવ્યું હતું.

10 ફિલ્મો જેણે આપ્યો સામાજિક સંદેશ

અનુભવ સિંહાની 'આર્ટિકલ 15' જે ભારતીય સમાજમાં ફેલાયેલી જાતિવાદના મૂળને દર્શાવે છે. હિન્દી પ્રદેશની વાર્તાઓથી પ્રેરિત આ ફિલ્મને એક આદર્શવાદી પોલીસની નજરથી બતાવવામાં આવી છે. અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. ફિલ્મે દેશવ્યાપી જાતિવાદ પર ચર્ચાને જોર આપ્યું હતું.

10 ફિલ્મો જેણે આપ્યો સામાજિક સંદેશ

અક્ષય ખન્ના અને રિચા ચડ્ઢા અભિનીત 'સેક્શન 375' ફિલ્મે બોલીવુડના પડદા પર દુષ્કર્મના મુદ્દાને ફરી જીવંત કર્યો હતો પરંતુ એકદમ અલગ અંદાજમાં. જે હિન્દી સિનેમા જતગમાં ભાગ્યે જ જોવા મળે છે. ફિલ્મમાં દુષ્કર્મની કથા દ્વારા કેવી રીતે કાયદો અને ન્યાયનો સંગમ મુશ્કેલ છે તે દર્શાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. વાત જ્યારે દુષ્કર્મ જેવા અપરાધની આવે છે ત્યારે ફક્ત કાયદાને અનુસરવાથી ન્યાયની ખાતરી હોતી નથી.

10 ફિલ્મો જેણે આપ્યો સામાજિક સંદેશ

'એક લડકી કો દેખા તો ઐસા લગા' ફિલ્મમાં સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં હતી. બોલીવૂડની પ્રથમ ફિલ્મ જે સજાતિય સંબોધોના વિષય પર આધારિત હતી. જોકે ફિલ્મના સ્ટીરિયોટિપિકલ અંદાજને કારણે ફિલ્મને આલોચનાનો પણ સામનો કરવો પડ્યો હતો.

10 ફિલ્મો જેણે આપ્યો સામાજિક સંદેશ

ફિલ્મ 'બાલા' જેની પટકથા અકાળે ટાલ પડવાની સમસ્યા પર આધારિત છે, જેનાથી આત્મવિશ્વાસ પર અસર પડે છે. આ ફિલ્મે સાબિત કરી બતાવ્યું કે, સમસ્યા આધારિત ફિલ્મો પણ બોક્સ-ઓફિસ પર સુપરહીટ સાબિત થઈ શકે છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા તરીકે આયુષ્માન ખુરાનાની સાથે ભૂમિ પેડનેકરના પાત્ર દ્વારા 'ડાર્ક સ્કિન'નો વિષય પણ રજૂ કરવામાં આવ્યો છે. પરંતુ પાત્રના 'બ્રાઉન ફેસ'ને કારણે ઘણાને દુખ થયું હતું. અને નિર્માતાઓ તેની અસર યોગ્ય રીતે દર્શાવી શક્યા નહીં.

10 ફિલ્મો જેણે આપ્યો સામાજિક સંદેશ

રિતિક રોશન અભિનિત ફિલ્મ 'સુપર 30' બિહારના આનંદ કુમારની આત્મકથા છે, જે ગરીબ બાળકો પોતાના શહેરમાં કોચિંગ સેન્ટર ચલાવે છે. આ ફિલ્મમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. ફિલ્મના ડિરેક્ટર વિકાસ બહલ સામે જાતીય સતામણીના આક્ષેપોને કારણે ફિલ્મ પણ ચર્ચામાં રહી હતી. જોકે તેનાથી ફિલ્મના બોક્સ-ઓફિસ કલેક્શન પર કોઈ જ અસર થઈ નહીં.

10 ફિલ્મો જેણે આપ્યો સામાજિક સંદેશ

બોલીવૂડે ફિલ્મ 'સાંડ કી આંખ' દ્વારા સિલ્વર સ્ક્રીન ઉપર એક અલગ પ્રકારની સ્ટોરી રજૂ કરી હતી. તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકર અભિનીત ફિલ્મ અનેક ચંદ્રકો જીતનારી હરિયાણાની 'શૂટર દાદીઓ' અને પ્રાક્ષી તોમરની જીવન કથા પર આધારિત છે.

10 ફિલ્મો જેણે આપ્યો સામાજિક સંદેશ

ફિલ્મ 'ગોન કેશ'માં એ વાત પર ધ્યાન આપવામાં આવ્યું છે કે, સમય પહેલાં વાળ ખરવાથી મનુષ્યને મજાકનું પાત્ર બનાવે છે. આ વર્ષે જોકે આ વિષય પર ઘણી ફિલ્મો આવી. જોકે આ બંને તેમાંથી અલગ તરી આવી હતી. 'ગોન કેશ'માં મુખ્ય ભૂમિકામાં શ્વેતા ત્રિપાઠી કે જે ડાન્સર બનવાનું સ્વપ્ન જોવે છે પરંતુ તેને એલોપેસીયા છે, આ એક એવો રોગ છે જેમાં તેના વાળ ખૂબ જ ઝડપથી ખરવા લાગે છે. ફિલ્મમાં તેની બિમારી તેને પોતાની અંદરની સુંદરતાથી પરિચિત કરાવે છે.

10 ફિલ્મો જેણે આપ્યો સામાજિક સંદેશ

મુખ્ય પ્રવાહથી અલગ દિગ્દર્શક સૌમિત્રા રાનાડેએ 1980ની ફિલ્મ, 'આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સે ક્યોં આતા હૈ'ને ફરીવાર સિલ્વર સ્ક્રીન પર રજૂ કરી. જેમાં સામાજીક, રાજકીય અને સાંસ્કૃતિક ખામીને લીધે સામાન્ય માણસનો ગુસ્સો જોવા મળ્યો હતો. ફિલ્મમાં માનવ કૌલ અને નંદિતા દાસ મહત્વની ભૂમિકામાં હતા. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી શકી નહીં.

10 ફિલ્મો જેણે આપ્યો સામાજિક સંદેશ

રાની મુખર્જીની 'મર્દાની 2'નો હેતુ હતો કે, માઇનોર અને ઓછી ઉંમરના ગુનેગારો દ્વારા કરવામાં આવી રહેલા ગુનાઓની વધતી ઘટનાઓ પ્રતિ દેશને જાગરૂત કરવામાં આવે. સ્ત્રીઓ વિરૂદ્ધ થયેલા ગુનાઓથી ઈન્સપાયર્ડ 'મર્દાની 2'એ પોતાની જોરદાર સ્ટોરીલાઈનથી દેશને શોક અને સમજ બન્ને આપ્યાં.

ABOUT THE AUTHOR

...view details