મુંબઈ: બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન તેની ફિલ્મો ઉપરાંત તેના સારા કામોના કારણે પણ ચર્ચામાં રહે છે. કોરોના વાઇરસની મહામારી દરમિયાન અભિનેતા ફિલ્મ સાથે સંકળાયેલા લોકોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. વરૂણ ધવન બોલિવુડના બેકગ્રાઉન્ડ ડાન્સરોને સીધા તેમના ખાતામાં પૈસા જમા કરાવીને તેમને મદદ રુપ થાય છે.
બેકગ્રાઉન્ડ ડાન્સર રાજ સુરાનીએ તેમના ઇન્સ્ટ્રગ્રામ એકાઉન્ટ પર વરૂણ ધવનની સાથે ફોટો શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો.