લોસ એન્જલસ: 'ધ ફ્લેશ' સ્ટાર ગ્રાન્ટ ગસ્ટિનને ચિંતા અને હતાશા સાથેની તેમની ચાલી રહેલી લડાઈ વિશે ખુલાસો કરતાં કહ્યું છે કે, તે હંમેશાં પોતાના પર 'ખૂબ જ કડક' રહે છે.
માઇકલ રોસેનબામની 'ઇન્સાઇડ ઓફ યુ' પોડકાસ્ટમાં, ગસ્ટિનને જણાવ્યું હતું કે ચિંતા અને હતાશા સાથેનો વ્યવહાર તે સમજે છે. કારણે કે તે તેને આખી જિંદગી અનુભવી રહ્યો છે. 30 વર્ષીય અભિનેતાએ કહ્યું કે, હું ચાર-પાંચ વર્ષનો હતો ત્યારથી ચિંતા અને હતાશાથી ઝઝૂમી રહ્યો છું.
એક બાળક તરીકે "વિચિત્ર, ચિંતાજનક સપના"ને યાદ કરતા, આ સ્ટારે કહ્યું કે વ્યક્તિગત વસ્તુઓ ત્યારે સામે આવી છે. જ્યારે તે અને તેની પત્ની એન્ડ્રીયા થોમાના લગ્ન અગાઉ તેઓ ઉપચાર માટે ગયા હતા.
તેમણે કહ્યું, "હું જાણતો હતો કે હું હંમેશાં ચિંતા સાથે સંઘર્ષ કરતો હતો પરંતુ ત્યારબાદ મેં એવી બાબતો વિશે વિચારવાનું શરૂ કર્યું કે મને કેમ આવું થાય છે. જોકે ચિંતા મારા જીવનમાં હંમેશા હાજર રહે છે."
તેણે કહ્યું કે, "હું હંમેશાં મારી જાત પર સખત મહેનત કરું છું અને હું હજી પણ કરું છું, પરંતુ મેં મારી જાત પર ઘણો દબાણ મૂક્યું અને મારી રીતે ઘણી સિદ્ધિ મેળવી."