ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ટેલર સ્વિફ્ટ દ્વારા તેની એક ચાહકને જન્મદિવસ પર કેર પેકેજની ભેટ આપી - ટેલર સ્વિફ્ટ

ટેલર સ્વિફ્ટે તેના જન્મદિવસ પર તેની એક ચાહક અને નર્સ વ્હિટની હિલ્ટનને એક ખાસ કેર પેકેજની ભેટ આપી છે. જે હાલમાં ન્યૂ યોર્ક સિટીમાં કોવિડ-19થી અસરગ્રસ્ત લોકોની મદદ કરી રહી છે.

ટેલર સ્વિફ્ટ દ્વારા તેની એક ચાહકને જન્મદિવસ પર ખાસ કેર પેકેજ ભેટ
ટેલર સ્વિફ્ટ દ્વારા તેની એક ચાહકને જન્મદિવસ પર ખાસ કેર પેકેજ ભેટ

By

Published : May 5, 2020, 5:18 PM IST

વોશિંગ્ટન: અમેરિકી ગાયક ટેલર સ્વિફ્ટે કોવિડ-19ના વધતા પ્રભાવને કારણે ન્યૂયોર્કની યાત્રા કરતી નર્સને તેના જન્મદિવસ પર ક્યૂટ કેર પેકેજ ભેટ કર્યું હતું. વ્હિટની હિલ્ટન નામની એક પ્રશંસકે મર્ચેડાઇઝ બોક્સની ફોટો ટ્વિટર શેર કરી હતી તો આ સાથે જ સ્વિફ્ટ દ્વારા લખેલી નોટને પણ શેર કરી હતી.

નોંધમાં લખ્યું હતું કે, 'હેપ્પી બર્થ ડે... આવી મહામારીમાં લોકોની મદદ કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા માટે હું તમારો આભાર માનું છું. આ ઉપરાંત, મેં મારા શોની તસવીરો પણ જોઇ છે. જેમાં તમે પણ ઉપસ્થિત હતા. શો પર આવવા બદલ તમારો આભાર... હું આવતી વખત તમને ભેટીને તમારો આભાર માનવા માંગુ છું. ખુબ લવ સાથે ટેલર.’

ટ્વિટ પ્રમાણે, કોવિડ -19 દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં એક નર્સ તરીકે કામ કરવા વ્હિટની ન્યૂ યોર્ક સિટી પહોંચ્યા હતા. સોમવારે આ પોસ્ટ પછી એક વીડિયો સામે આવ્યો જેમાં તેણીના જન્મદિવસ પર તેના પ્રિય સ્ટાર તરફથી ભેટ મેળવ્યા બાદ તે ખુશ હતી.

ABOUT THE AUTHOR

...view details