લોસ એન્જલસ: પોપસ્ટાર ટેલર સ્વિફ્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વિટર પર ટીકા કરી છે. જ્યારે તેમનું આ ટ્વિટ અમેરિકા વાસીઓને સૌથી વધારે પસંદ આવતી પોસ્ટ બની ગઈ છે. જેને બહુ મોટી સંખ્યામાં લાઈક પણ મળી રહી છે.
મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, સ્વિફ્ટે મિનસોટામાં થયેલા પ્રદર્શન અંગે ટ્રમ્પે કરેલા ટ્વિટ બાદ તેની આલોચના કરી હતી. શુક્રવારે ગાયિકા દ્વારા કરવામાં આવેલું ટ્વિટ અત્યાર સુધીનું સૌથી પસંદગી મેળવનારું ટ્વીટ બન્યુ છે. 5 કલાક કરતા પણ ઓછા સમયમાં 10 લાખથી વધારે લોકોના લાઈક મળ્યા છે. અત્યારે 1.9 મિલિયન લાઈક્સ અને લગભગ 1 લાખ જેટલી કમેન્ટસ પણ આવી ચૂકી છે. એટલું જ નહી 4 લાખ 24 હજાર કરતા પણ વધારે લોકોએ રિટ્વિટ પણ કર્યુ છે.