વોશિંગ્ટન: 'થોર: રેગ્નારોક' અને 'જોજો રેબિટ' જેવી ફિલ્મો માટે નામના મેળવી ચૂકેલા ન્યૂઝિલેન્ડ સ્થિત ફિલ્મ નિર્માતા ટાઇકા વાઇટીટી હવે 'સ્ટાર વોર્સ'ની આગામી ફિલ્મ માટે નિર્દેશન કરશે. આ પ્રોજેક્ટમાં '1917'ની સ્ક્રીન રાઇટર ક્રિસ્ટી વિલ્સન પણ તેમની સાથે જોડાશે.
માર્વેલ ફિલ્મોના નિર્માતા ટાઇકા વાઇટીટી હવે 'સ્ટાર વોર્સ'નું કરશે નિર્દેશન - स्टार वॉर्स नई फिल्म
માર્વેલ ફિલ્મોનું નિર્માણ કરવા માટે પ્રખ્યાત હોલિવૂડ ફિલ્મ નિર્માતા ટાઇકા વાઇટીટી હવે 'સ્ટાર વોર્સ'ની આગામી ફિલ્મ માટે નિર્દેશન કરશે. તેમની સાથે આ પ્રોજેક્ટમાં '1917'ની સ્ક્રીન રાઇટર ક્રિસ્ટી વિલ્સન પણ કામ કરશે
માર્વેલ ફિલ્મોના નિર્માતા ટાઇકા વાઇટીટી હવે 'સ્ટાર વોર્સ'નું કરશે નિર્દેશન
સ્પેસ-ઓપેરા ફ્રેન્ચાઇઝીની છેલ્લી ફિલ્મ 'સ્ટાર વોર્સ: ધ રાઇઝ ઓફ સ્કાયવૉકર'નો ડિજિટલ ડેબ્યૂ 4 મેના રોજ 'સ્ટાર વોર્સ ડે' નિમિત્તે ડિઝની પ્લસ પર દર્શાવવામાં આવ્યો હતો. જે ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી
આ ફિલ્મમાં ઓસ્કાર ઇસાક, માર્ક હેમિલ, કેરી ફિશર, જ્હોન બોયેગા, એડમ ડ્રાઈવર, ડેઇઝી રિડલી અને અન્ય કલાકારો હતા. આ ફિલ્મે સમગ્ર વિશ્વમાંથી 1 મિલિયનની કમાણી કરી હતી.