ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાના કેસમાં પોલીસે રેશમા શેટ્ટીની પૂછપરછ કરી - હાઈપ્રોફાઈલ મેનેજર રેશ્મા શેટ્ટી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાના કેસમાં ચાલી રહેલી તપાસમાં મુંબઈ પોલીસે સેલિબ્રિટી મેનેજર રેશ્મા શેટ્ટીની 5 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ મામલે પોલીસે આત્યાર સુધીમાં 30થી પણ વધારે લોકોના નિવેદન લીધા છે. જેમાં અભિનેતાના નજીકના મિત્રો અને તેમના પરિવારના લોકો સામેલ છે.

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં હાઇ પ્રોફાઇલ મેનેજર રેશ્મા શેટ્ટીની પોલીસે પૂછપરછ કરી
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં હાઇ પ્રોફાઇલ મેનેજર રેશ્મા શેટ્ટીની પોલીસે પૂછપરછ કરી

By

Published : Jul 11, 2020, 4:43 PM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન થયાને એક મહિનો વિતી ગયો છે, પરંતુ આ સ્યુસાઇડનો મામલો હજુ સુધી હલ નથી થઈ રહ્યો. તેમના નિધન પછી સ્યુસાઇડનું કારણ જાણવા માટે ઇનેવેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. જેથી એભિનેતા સાથે જોડાયેલા કેટલાક લોકોના પોલીસે નિવેદનો લીધા છે.

હાલમાં આ મામલે તપાસમાં પોલીસ દ્વારા બોલિવૂડની હાઈપ્રોફાઈલ મેનેજર રેશ્મા શેટ્ટીનું પણ નિવેદન લેવામાં આવ્યુ હતુ અને 4 થી 5 કલાક સુધી તેની પૂછતાછ પણ કરવામાં આવી હતી.

રેશ્મા તેની કારકિર્દી દરમિયાન સલમાન ખાન અને અક્ષય કુમારની મેનેજર પણ રહી ચુકી છે અને તે તેમનું એકાઉન્ટ હેન્ડલ સંભાળી રહી છે.

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના મામલા પછી સોશિયલ મીડિયામાં નેપોટિઝમનો મુદો વધારે ચર્ચોમાં રહે છે. જેમાં કેટલાક સ્ટાર્સને સીધા ટારગેટ કરવામાં આવી રહ્યાં છે અને તેમની ફિલ્મો પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details