ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતની આત્મહત્યાને મુદ્દે શેખર સુમનના અનેક સવાલ, CBI તપાસની કરી માગ

પટનામાં સુશાંતસિંહ રાજપૂતના ઘરે પરિવારને મળ્યા બાદ શેખર સુમન બુધવારે તેજસ્વી યાદવને મળવા પહોંચ્યા હતા અને સ્વર્ગીય અભિનેતાની આત્મહત્યાની સીબીઆઇ તપાસની માગ કરી હતી અને તેમના માટે એક મિશન શરૂ કર્યું છે. જેથી ભવિષ્યમાં બીજો કોઈ સુશાંત ન બને.

By

Published : Jul 1, 2020, 10:34 AM IST

Updated : Jul 1, 2020, 11:39 AM IST

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઇને ઉઠાવ્યાં અનેક સવાલો
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઇને ઉઠાવ્યાં અનેક સવાલો

શેખર સુમને કર્યા અનેક સવાલો...

  • સુશાંત સિંહે અચાનક અને આટલી જલ્દી કેમ આત્મહત્યા કરી લીધી?
  • આટલું જલ્દી તેમનું પોસ્ટમોર્ટમ કેવી રીતે કરાયું? પોલીસે તેની તપાસ કર્યા વગર તરત જ સ્યુસાઇડ કેવી રીતે જાહેર કર્યુ?
  • કેટલાક તથ્યો બહાર આવ્યા છે, શા માટે સુશાંતને આત્મહત્યા કરવાની ફરજ પડી?
  • કેમ મીડિયાને નિયંત્રણ કરાઇ રહ્યું છે? જે હવે સુશાંત સુસાઇડ કેસ સંદર્ભે કોઇ કાર્યવાહી કરી રહ્યું નથી.
  • સુશાંત સિંહના ઓરડાની ડુપ્લિકેટ ચાવીઓ ગાયબ છે, તે કેવી રીતે ગુમ થઈ?
  • સુશાંત શિક્ષિત હતો, તે આવું પગલું ન ભરી શકે. જો વ્યક્તિ રાત્રે પાર્ટી કરતો હોય. સવારે પ્લે સ્ટેશનમાં એક્ટિવ હતો અને પછી તેને જ્યુસ પીધુ હતુ. તે એક જ ઝટકામાં આત્મહત્યા કેવી રીતે કરી શકે?
  • ઓરડાની ઉચાંઈ ઘણી જ ઓછી છે. આવી સ્થિતિમાં તે આત્મહત્યા કેવી રીતે કરી શકે?
  • ગળા પર ફાસીના નિશાન સાવ અલગ છે.
    સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઇને ઉઠાવ્યાં અનેક સવાલો

પટનાઃ પટનામાં સુશાંતસિંહ રાજપૂતના ઘરે પરિવારને મળ્યા બાદ શેખર સુમન આજે તેજસ્વી યાદવને મળવા પહોંચ્યા હતા અને અભિનેતાની આત્મહત્યાની સીબીઆઇ તપાસની માંગ કરી હતી. એક પત્રકાર પરિષદ દરમિયાન તેમણે બોલિવૂડ પર જૂથવાદનો આરોપ લગાવ્યો હતો.

શેખર સુમને કહ્યું કે, મેં આ મામલે નીતિશ કુમારને મળવાનો પ્રયત્ન કર્યો હતો. સુશાંતસિંહ રાજપૂતનાં મોતની સીબીઆઈ તપાસની હું માગ કરું છું. મેં તેમના માટે એક મિશન શરૂ કર્યું છે. જેથી ભવિષ્યમાં બીજો કોઈ સુશાંત ન બને.

Last Updated : Jul 1, 2020, 11:39 AM IST

ABOUT THE AUTHOR

...view details