મુંબઇઃ બોલિવુડના સુપર સ્ટાર સલમાન ખાનના ચાહકો તેમની ફિલ્મની રાહ જોઇ રહ્યાં છે. પરંતુ અભિનેતાની આગામી ફિલ્મ "રાધે યોર મોસ્ટ વોંટેડ ભાઇ" ભાઇજાનના ચાહકોને હજુ પણ રાહ જોવી પડશે. પહેલા ફિલ્મ ઇદ પહેલા રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાઇરસ લોકડાઉનના કારણે ફિલ્મનુ શૂટીંગ અને રિલીઝ કરવાનુ રહી ગયુ.
સલમાન ખાનની ફિલ્મ "રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ" દિવાળી પર થઇ શકે છે રિલીઝ - મુંબઇ ન્યૂઝ
સલમાન ખાનની હાલમાં રિલીઝ થવાની ફિલ્મ "રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ" ભાઇજાનની આ ફિલ્મ માટે હજુ પણ તેમના ચાહકોને રાહ જોવી પડશે. કેમ કે, કોરોનાના ખતરાને લીધે શૂટિંગની તારીખને આગળ વધારવામાં આવી છે. જેથી આ વર્ષ આ ફિલ્મ રિલીઝ થવાનુ ઘણુ મુશ્કેલ છે.
એવુ માનવામાં આવે છે કે, શૂટિંગ કાર્ય શરૂ થતા જ ફિલ્મનુ બાકી શુટિંગ રોકવામાં આવ્યું છે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થઇ શકે છે. હાલમાં જાણવા મળ્યું છે કે, આ ફિલ્મ રિલીઝ થતા એક વર્ષ જેવા સમય કદાચ લાગી જશે.
મળતી માહિતી મુજબ સલમાને રવિવારે શૂટિંંગનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન માટે ફિલ્મના નિર્માતાઓ સોહિલ ખાન, અતુલ અગ્નિહોત્રી, નિખિલ નમિત સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. વાતચીત દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે,ફિલ્મ શૂટિંગ શરૂ કરવાથી કલાકારો અને કર્મચારીઓ માટે જોખમી બની જશે. હાલ વરસાદમાં પણ શૂટિંગ કરવુ પણ ધણુ મુશ્કિલ છે. તે"રાધે યોર મોસ્ટ વોંટેડ ભાઇ" નું શૂટિંગ થોડા સમય માટે રોકવામાં આવ્યુ છે.