ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રાયન રેનોલ્ડ્સે ડ્વેન જહોનસનને જન્મદિવસની પાઠવી શુભેચ્છાઓ - ડેડપૂલ

ડેડપૂલ ફેમ અભિનેતા રાયન રેનોલ્ડ્સે જન્મદિવસ પર જુમાન્જી સ્ટાર ડ્વેન જહોનસનને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. રાયને લખ્યું કે, ધ રોક પાસે સખત સોનાનું હૃદય છે.

Dwayne Johnson
ડ્વેન જહોનસન

By

Published : May 3, 2020, 8:42 AM IST

વોશિંગ્ટન: અભિનેતા ડ્વેન જહોનસન અને ધ રોક તરીકે પ્રખ્યાત અભિનેતા શનિવારે 48 વર્ષના થયા હતા. તેમનો મિત્ર અને સહ-અભિનેતા રાયન રેનોલ્ડ્સે તેને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.

રેનોલ્ડ્સે ટ્વિટર પર રેડ નોટિસના સાથી અભિનેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

43 વર્ષીય રેનોલ્ડ્સે ટ્વિટર લખ્યું કે, નક્કર સોનાનું હૃદય ધરાવતો પૃથ્વીના શ્રેષ્ઠ વ્યક્તિઓમાંથી એક. મારા મિત્ર, સહ-સ્ટાર અને રિબન ડાન્સ પ્રોફેસર @therockને જન્મદિવસની શુભેચ્છાઓ...

ધ રોકએ તેના મિત્રની શુભેચ્છાઓનો જવાબ આપતા લખ્યું કે, મીમિ એમિગો હું તમને અપ્રિસીએટ કરૂ છું. હાલ આપણી બધી રિબન નિસ્તેજ બની મૂનલાઈટ હેઠળ નૃત્ય કરી રહી છે.

રોક શનિવારે 48 વર્ષનો થયો અને જન્મદિવસ તેમના પરિવાર સાથે તેમના ઘરે ક્વોરેન્ટાઈન વચ્ચે ઉજવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details