ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નિક જોનાસના લેટેસ્ટ સોંગ 'કૂલ'ની ગોવિંદાના આ સોંગ સાથે કરાઈ સરખામણી... - video

ન્યૂઝ ડેસ્ક: બોલિવુડમાં વર્ષ 2019માં ઘણી જોડીઓ લગ્નના બંધાયા છે. જેમાં દીપવીરથી લઈને વિરુષ્કા તેમજ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ જેવી અનેક જોડીઓ એકબીજા સાથે લગ્નના બંધનમાં જોડાયા છે. ત્યારે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન થયાને ત્રણ મહિના થયા છે. તેવામાં તે બંન્ના છૂટાછેડા થવાની અફવાઓ ઉડી રહી છે. આ અફવાઓની વચ્ચે પણ મહત્વનું એ છે કે પ્રિયંકાની પ્રેગનન્સીની ખબર આવી રહી છે.

સૌજન્ય ઈન્સ્ટાગ્રામ

By

Published : Apr 7, 2019, 5:38 PM IST

આમ જોવા જઈએ તો પ્રિયંકા અને નિક બંન્ને પોતાનું જીવન ખુબ એન્જોય કરી રહ્યાં છે. સાથે જ તેઓ તેમના પ્રેમભર્યા વીડિયો તેમજ તસ્વીરો અવારનવાર શેર કરતા રહે છે. આવો જ એક વીડિયો પ્રિયંકાએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં પ્રિયંકા ચોપરાએ તેના પતિ નિકનો મજેદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયાએ આજકાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈને ધૂમ મચાવી છે.

જો આ વીડિયો અંગે વાત કરીએ તો આ વીડિયો નિકનું લેટેસ્ટ આવેલું સોંગ 'કૂલ'નો છે. આ વીડિયોને ગોવિંદાના 'મેરી પેન્ટ ભી સેક્સી' સોંગ સાથે સરખાવવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, જોનસ બ્રધર્સનું આ સોંગ 5 એપ્રિલના રિલીઝ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details