દિલ્હીમાં વાયુ પરિવર્તન અને વાયુ પ્રદૂષણની સમસ્યાથી લોકો પ્રભાવિત થયા છે. પ્રિયંકા ચોપરાએ તેનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેમાં તેને ચહેરા પર માસ્ક પહેર્યું છે અને ચશ્મા પહેર્યા છે.
પ્રિયંકાએ દિલ્હીના પ્રદૂષણ અંગે વ્યક્ત કરી ચિંતા, કહ્યું શૂટિંગ કરવું મુશ્કેલ - પ્રિયંકાની દિલ્હીના પ્રદૂષણ અંગે ચિંતા
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ તેની આગામી નેટફ્લિક્સ ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'માં શૂટિંગને લઇને દિલ્હીમાં છે. હાલ અભિનેત્રીએ પણ ઇન્સ્ટાગ્રામ પર પ્રદુષણને લઇને ચિંતા વ્યક્ત કરી છે.
પ્રિયંકાએ દિલ્હીના પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું.કે અહીં શૂટિંગ કરવું મુશ્કેલ છે
અભિનેત્રીએ આ તસ્વીર સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, "ધ વ્હાઇટ ટાઇગર"નુ અત્યારે આ શહેરમાં શૂટિંગ કરવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. મને નથી સમજાતું કે લોકો આ હાલતમાં કેમ રહી શકે છે. સારુ છે કે અમારી પાસે એર પ્યુરિફાયર્સ અને માસ્ક જેવી સુવિધાઓ છે. ગરીબ અને બેઘર લોકો માટે પ્રાર્થના કરો અને દરેક વ્યક્તિ પોતાનું ધ્યાન રાખે.