મુંબઈ: ટ્વીટર પર ઘણાં લોકોએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા સુશાંતના મોત માટે CBI તપાસ માટે કરવામાં આવેલી પહેલને આવકારી છે. લોકોએ સુબ્રમણ્યમ સ્વામીનો આભાર માન્યો છે. સ્વામીએ ઇશકરન સિંહ ભંડારીને આ મામલે વકીલ તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે ટ્વીટ કરીને ઘટના સંદર્ભે માહિતી આપવા જણાવ્યું છે. વકીલનું કહેવું છે કે, પુરતા પૂરાવા હોય તો જ કોર્ટમાં જવું જોઈએ. વધુમાં તેણે કહ્યું કે, કોર્ટ કેસ ઇમોશનથી નથી જીતી શકાતા. કાયદાથી અને પુરાવાથી જીતી શકાય છે.
સુશાંતના મોત માટે જવાબદાર લોકોને સજા આપાવીશઃ સુબ્રમણ્યમ સ્વામી - Mumbai news
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીના વકીલ ઇશ્કરણ સિંહ ભંડારીએ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માગ કરવા શાંતિપૂર્ણ ડિઝિટલ વિરોધ પ્રદર્શનનું આહવાન કર્યુ છે. આપને જણાવી દઈએ કે, સુશાંત સિંહે ગત મહિને મુંબઈ સ્થિત તેના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી.
![સુશાંતના મોત માટે જવાબદાર લોકોને સજા આપાવીશઃ સુબ્રમણ્યમ સ્વામી સુબ્રમણ્યમ સ્વામી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8139098-thumbnail-3x2-a.jpg)
સુબ્રમણ્યમ સ્વામી
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ભેદભાવ અને પરિવારવાદ તેમજ ઈન્ડસ્ટ્રીની અંદરના અને બહારનાં લોકો વચ્ચેનું ઘર્ષણ ચરમસીમાએ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટા પરિવાર કે ગોડફાધરથી જોડાયલાં હોવું તેમજ આઉટ સાઇડર હોવાંને લીધે તેનો સંઘર્ષ કેટલો વધી જાય છે તે અંગે સોશિયલ મીડિયા પર ખૂબ વાતો કરવામાં આવી રહી છે.