મુંબઈ: રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. રક્ષાબંધનના પર્વ પર બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાએ તેની બહેન અમૃતા ઓરોરા સાથે એક ફોટો શેર કર્યો હતો. જેમા જણાવ્યુ કે, તેમની નાની બહેનને તેમણે ક્યારેય ભાઇની કમી મહેસુસ થવા નથી દીધી.
મારી નાની બહેને મને ક્યારેય ભાઇની કમી મહેસુસ થવા નથી દીધી: અભિનેત્રી મલાઈકા અરોરા - અમૃતા ઓરોરા
રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. રક્ષાબંધનના પર્વ પર બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાએ તેની બહેન અમૃતા ઓરોરા સાથે એક ફોટો શેર કર્યો હતો. જેમા જણાવ્યુ કે, તેમની નાની બહેનને તેમણે ક્યારેય ભાઇની કમી મહેસુસ થવા નથી દીધી.
મારી નાની બહેને મને ક્યારેય ભાઇની કમી મહેસુસ થવા નથી દીધીઃ અભિનેત્રી મલાઈકા અરોરા
મલાઇકા એરોરાએ એક પોસ્ટ શેર કરતા જણાવ્યુ કે, તમુ હી હો સખા, તુમ હી હો બંધુ, એ એક પ્રાર્થના કે એક સોંગ નથી તે એક એવુ વાક્ય છે જે સંબધોને જોડે છે. મલાઈકાએ તેની નાની બહેનને કહ્યુ કે, તુ મારી બહેન જ નહી પણ મારી બેસ્ટ ફ્રેન્ડ પણ છો. મારા માટે તુજ મારો ભાઇ છો. જેથી મને ક્યારેય ભાઇની કમી મહેસુસ થઇ નથી. તેથી આપણા બન્નેનો સંબંધ શું છે, તે કહેવા માટે મારી પાસે કોઇ શબ્દ નથી. તમને રક્ષાબંધનની બહુ સારી શુભકામનાઓ.