મુંબઇ: બુધવારે સુપરસ્ટાર અજય દેવગને મુંબઈ પોલીસનો એક વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે, જે કોરોના વાઇરસને રોકવા માટે પોલીસ પ્રશાસનના પ્રયત્નોની એક ઝલક આપી જાય છે. આ વીડિયોમાં મુંબઇ પોલીસે રમૂજી જવાબ આપ્યો...
સિંઘમ અજયએ મુંબઈ પોલીસનો વીડિયો કર્યો શેર, જુઓ વીડિયો - કોરોનાનો કાળો કહેર
સિંઘમ અજય દેવગને મુંબઈ પોલીસનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પ્રશાસન કોરોનાને દૂર કરવા માટે નોન સ્ટોપ કામ કરી રહ્યું છે. આ વીડિયાના જવાબમાં મુંબઈ પોલીસે કહ્યું કે, 'સિંઘમ', ખાકીએ જે કરવું જોઈએ તે કરી રહ્યાં છીએ.
અજય દેવગને મુંબઈ પોલીસનો એક વીડિયો કર્યો શેર,
'સિંઘમ'ના અભિનેતાએ શેર કરેલા વીડિયોમાં મુંબઇ પોલીસ લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરી રહી છે. જેથી આ મહામારીને વહેલી તકે હટાવી શકાય. આ વીડિયોના કેપ્શનમાં અભિનેતાએ લખ્યું છે કે, '#Taking On #Coronavirus @mumbaipolice.'
મુંબઇ પોલીસના ટ્વિટર હેન્ડલ પર અજય દેવગને પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, 'પ્રિય' સિંઘમ', બસ એજ કરી રહ્યાં છીએ, જે કરવા માટે ખાકી બની છે. આશા છે કે, પરિણામ પણ એવું જ આવે, જેવુ અમે ઇચ્છતા હતા. વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ...Taking On Corona.