ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'લીવ ઇટ ટુ બીવર' ના સ્ટાર કેન ઓસ્મંડનું નિધન - લીવ ઇટ ટુ બીવર

ટીવી સિરીઝ 'લીવ ઇટ ટુ બીવર' ના સ્ટાર કેન ઓસ્મંડનું નિધન થયું છે. તે 76 વર્ષના હતા. તેમના મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ હેનરી લેને જણાવ્યું હતું કે કે દિગ્ગજ અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

ઓસ્મંડ
ઓસ્મંડ

By

Published : May 19, 2020, 4:06 PM IST

વૉશિંગ્ટન: અમેરિકી અભિનેતા કે જેમને ટેલિવિઝન કૉમેડી 'લીટ ઇટ ટુ બીબર' માં મુશ્કેલી ઉભી કરનાર એડી હાસ્કેલ (Eddie Haskell) તરીકે જાણીતા હતા, સોમવારે સવારે તેમનું નિધન થયું હતું. અભિનેતા 76 વર્ષના હતા.

ઓસ્મંડ પરિવાર સાથે તેના લોસ એન્જલસમાં ઘરે હતા. તેમના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ઓસ્મંડે બાળ અભિનેતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યારે તે માત્ર 9 વર્ષના હતા ત્યારે તેણે 'સો બિગ'માં કામ કર્યું હતું. આ પછી તે 'ગુડ મોર્નિંગ', 'મિસ ડોવ' અને 'એવરીથીંગ બટ ધ ટ્રુથ'માં પણ જોવા મળ્યા હતા.

અભિનેતાએ ટીવી સિરીઝ 'લૈસી', 'ધી એડવેન્ચર ઑફ ઓગી એન્ડ હૈરિએટ', 'વૈગન ટ્રેન', 'ફ્યુરી' અને 'ધ લોરેટા યંગ શો'માં પણ પોતાનો અભિનય દર્શાવ્યો હતો.

તેમણે 1957 અને 1963 ની વચ્ચે 'લીવ ઇટ ટુ બીવર'માં કામ કર્યું હતું. સિરીઝમાં, તે 234 એપિસોડ્સમાંથી લગભગ 100 માં દર્શાવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details