લૉસ એન્જલસ: પૉપ સ્ટાર લેડી ગાગા કોરોના વાઈરસ મહામારી સામેની લડત માટે મદદ કરવા યોજાયેલા 'વન વર્લ્ડ ટુગેધર એટ હોમ' ઈવેન્ટમાં શાહરુખ ખાનને ચિયર અપ કરતી જોવા મળી હતી. આ ઈવેન્ટ કોરોના સામે લડતા સ્વાસ્થ્યકર્મીઓ માટે ફંડ ઉભુ કરવા યોજવામાં આવી હતી.
લેડી ગાગા 'વન વર્લ્ડ: ટુગેર એટ હોમ' કોન્સર્ટમાં શાહરૂખ માટે ચિયરઅપ કરતી મળી જોવા - બૉલીવુડ ન્યૂઝ
શાહરૂખની ખુશામત કરતા લેડી ગાગાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે 'શાલો' ગીતના ગાયકની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પરથી લેવામાં આવ્યો હોવાનું માલુમ પડ્યું છે. આ વીડિયોમાં ગાગા શાહરુખ ખાનને ચિયરઅપ કરતી જોવા મળે છે.
lady gaga
શાહરુખખાન માટે ચીયર્સ કરતી લેડી ગાગાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરસ થયો છે. જેમાં શાહરુખ ખાન કોરોના મહામારીને લઈ વાત કરતાં જોવા મળે છે. જ્યારે હોલિવુડ સિગંર લેડી ગાગા અભિનેતાને ચીયર કરતી દેખાઈ રહી છે.
લેડી ગાગાના કોવિડ 19 રિલીફ કોન્સર્ટ 'વન વર્લ્ડ ટુગેધર એટ હોમ' એ અમેરિકામાં 12.8 કરોડ ડોલર ભેગા કર્યા છે. ગાગાના આ કાર્યક્રમમાં શાહરુખ ખાન સિવાય પ્રિયંકા ચોપરા પણ સામેલ થઈ હતી.