ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ગાયક જસ્ટિન બીબરે કોરોનારૂપી જોખમમાં લોકો મદદ કરનાર સૌનો આભાર માન્યો - હોલીવુડ ન્યૂઝ

હૉલીવૂડ રૉકસ્ટારે જસ્ટીન બીબરે પત્ની હેલી સાથે મળીને એક વીડિયો સંદેશ સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. જેમાં તેઓ કોરોના મહામારી વચ્ચે લોકોની સેવા કરનાર કર્મચારીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરી રહ્યાં છે.

coronavirus crisis
coronavirus crisis

By

Published : Apr 4, 2020, 12:02 PM IST

નવી દિલ્હી: ગાયક જસ્ટિન બીબર, પત્ની હેલી બાલ્ડવિન સાથે મળીને લોકોની સેવા કરનાર કર્મચારીઓનો આભાર માન્યો હતો.

26 વર્ષીય ગાયકે ઇસ્ટાગ્રામ પર એક વિડિઓ સંદેશ શેયર કર્યો અને કહ્યું હતું કે, "હેલી અને હું હમણાં જ વાત કરતાં હતા કે, હોસ્પિટલના તમામ કર્મચારીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોને સેવા કરી રહ્યાં છે એ બદલ આપણે તેમનો આભાર માનવો જોઈએ."

વીડિયોમાં જોડાતા, હેલીએ એમ પણ કહ્યું હતું કે, "અમે તમને પ્રેમ કરીએ છીએ, તમે જે કરો છો તેના માટે તમારો આભાર, અમે તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ."

આ અગાઉ ગુરુવારે જસ્ટિને જાહેરાત કરી હતી કે, તે કોરોના વાઈરસના વૈશ્વિક ફેલાવાનાના કારણે તેની ચેન્જીસ ટૂર માટે તેની સુનિશ્ચિત 2020ની બધી જ કોન્સર્ટ સ્થગિત કરી છે.

ગાયકે ઇન્સ્ટાગ્રામ પર જઈને આ અંગે જાહેરાત કરવા માટે પ્લેટફોર્મ પર એક નિવેદન પોસ્ટ કર્યું. "હાલના જાહેર આરોગ્ય સંકટને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત તમામ લોકોની ચિંતા સાથે, જસ્ટિન બીબર હાલમાં નિર્ધારિત તમામ 2020 મુલતવી રાખશે.

ABOUT THE AUTHOR

...view details