ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સિંગર જસ્ટિન બીબર પર લાગ્યો જાતીય સતામણીનો આરોપ, લીગલ એક્શન લેવા તૈયાર

જસ્ટિન બીબરે પોતાના ઉપર લાગેલા સેક્સુઅલ અસોલ્ટના આરોપને નકારતા કહ્યું કે, જે દિવસની આ વાત છે તે દિવસે પોતે તે જગ્યા પર હાજર ન હતા. હાલમાં જ એક અજાણ્યા ટ્વીટર અકાઉન્ટથી મહિલાએ બીબર પર 2014માં તેમના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો, જેના જવાબમાં સિંગરે ટ્વીટ સીરીઝ દ્વારા પોતાનો પક્ષ રાખ્યો હતો.

Etv Bharat, GUjarati News, Justin Bieber
Justin Bieber

By

Published : Jun 22, 2020, 1:19 PM IST

વૉશિંગ્ટનઃ સિંગર જસ્ટિન બીબરે રવિવારે તે તમામ આરોપોને રદ કર્યા છે, જેમાં એક મહિલાએ તેના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ ટ્વીટર પર અસોલ્ટ વિશે ડિટેલમાં જાણકારી આપી હતી.

ડેનિએલે નામની મહિલા અનુસાર, બીબરે 2014માં તેની સાથે યૌન ઉત્પીડન કર્યું હતું. હૉલિવૂડ મીડિયા અનુસાર મહિલાએ ગાયક પર એક ટ્વીટ દ્વારા સેક્સુઅલ અસોલ્ટનો આરોપ લગાવ્યો હતો, જે એક ગુપ્ત અકાઉન્ટથી શનિવારે રાત્રે પોસ્ટ કરવામાં આવી હતી.

જો કે, આ મુદ્દે બીબર દ્વારા જવાબ આપ્યા બાદ તે ટ્વીટને જલ્દી જ દૂર કરવામાં આવ્યું હતું.

બીબરે જવાબમાં ટ્વીટ કર્યું હતું કે, હું સામાન્ય રીતે આવી બાબતો પર બોલતો નથી, કારણ કે, મારા પુરા કરિયરમાં મારા ઉપર ઘણા આરોપો લાગ્યા છે. પરંતુ, મારી પત્ની અને ટીમ સાથે વાત કર્યા બાદ હું આ વિશે બોલવાનો નિર્ણય લીધો છે.

'કોલ્ડ વોટર' સિંગરે કહ્યું કે, અફવા તો અફવા છે, પરંતુ જાતીય સતામણીને હું સામાન્ય રીતે લઇશ નહીં. હું અત્યારે બોલવા ઇચ્છું છું પરંતુ જે લોકો દરરોજ તેને સહન કરે છે, તેના સમ્માનને લીધે હું મારું સ્ટેટમેન્ટ આપવા પહેલા બધા જ તથ્યો એકઠા કરવા માગુ છું.

ગાયકે કહ્યું કે, ગત્ત 24 કલાકમાં એક નવું ટ્વીટર અકાઉન્ટ પ્રકટ થયું અને 9 માર્ચ, 2014માં ઑસ્ટિન, ટેક્સાસના ફોર સિઝન્સ હોટલમાં થયેલા જાતીય સતામણીની કહાણી સંભળાવી, જેમાં મને સામેલ કરવામાં આવ્યો. હું સ્પષ્ટ કહેવા ઇચ્છું છું. આ સ્ટોરીમાં કોઇ પણ હકીકત કે સત્ય નથી, જે હું જલ્દી જ બતાવીશ અને હું તે સ્થળ પર હાજર પણ ન હતો.

બીબરે આગળ કહ્યું કે, જેમ આ મહિલા કહી રહી છે કે, મેં ઑસ્ટિનમાં એસએક્સએસડબલ્યૂ પોતાની સાઇડ સ્ટેજ આસિસ્ટન્ટની સાથે પબ્લિકને સપ્રાઇઝ આપી હતી. શું આ મહિલા નથી જાણતી કે, મેં ત્યારે શો અટેન્ડ કર્યો હતો અને મારી ત્યારની ગર્લફ્રેન્ડ સેલેના ગોમેઝની સાથે હતો.

જસ્ટિને પોતાની વાત રજૂ કરવા માટે અમુક સોશિયલ મીડિયા પોસ્ટ, ઇમેલ્સના સ્ક્રીનશોટ્સ, રિસિપ્ટ અને ન્યૂઝ આર્ટિકલ્સની લિંક પણ શેર કરી છે.

સિંગરે આ મામલે લીગલ એક્શન લેવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જાતીય સતામણીનો દાવો ગંભીરતાથી લેવામાં આવશે, જેના માટે મારો જવાબ જરુરી નથી. જો કે, આ સ્ટોરી તથ્યોના આધારે શક્ય નથી અને એટલે જ ટ્વીટર અને પ્રશાસનની સાથે મળીને લીગલ એક્શન લેવા પર કામ કરી રહ્યો છું.

બીબરે પોતાની ટ્વીટ સીરીઝને ખતમ કરતા આ કેસમાં લીગલ એક્શન લેવાની વાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details