ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જૉન લેજેન્ડ બન્યા 'સેક્સિએસ્ટ મેન અલાઇવ' 2019 - sexiest man alive 2019

મુંબઇઃ સિંગર અને સોન્ગ રાઇટર જૉન લેજેન્ડને લોકો દ્વારા સેક્સિએસ્ટ મેન અલાઇવ 2019ના ખિતાબથી નવાજવામાં આવ્યા છે.

સેક્સિએસ્ટ મેન અલાઇવ 2019

By

Published : Nov 13, 2019, 9:34 PM IST

ટેલેન્ટથી ભરપૂર વ્યક્તિ, જૉન 15 સ્ટાર્સમાંના એક છે, જેમને ગત્ત વર્ષે એમી, ગ્રેમી, ઑસ્કાર અને ટોની ઍવોર્ડ જીત્યા છે અને તેમણે એકવાર ફરીથી ઇતિહાસ રચ્યો છે.

40 વર્ષીય સિંગરના ડેબ્યુ આલ્બમ 'ગેટ લિફ્ટેડે' તેમને 2006માં ગ્રેમી વિજેતા બનાવ્યા હતાં અને તેમને શોહરત હાંસલ કરી હતી.

'અ લેજેન્ડરી ક્રિસમસ' સિંગર પોતાના લેટેસ્ટ ટાઇટલ વિશે પહેલીવાર જાણીને ખૂબ જ એક્સાઇટેડ થયા હતા અને કહ્યું હતું કે, 'હું ખૂબ જ એક્સાઇટેડ હતો. પરંતુ, તેની સાથે જ હું થોડો ગભરાયેલો પણ હતો અને મારા પર ખૂબ જ પ્રેશર પણ હતું.'

'ઑલ ઑફ મી' સિંગર 34માં પિપલ્સ સેક્સિએસ્ટ મેન અલાઇવ બન્યા છે અને તે હૉલિવૂડના હૉટેસ્ટ મેલના લિસ્ટમાં પણ સ્થાન ધરાવે છે. જે લિસ્ટની શરૂઆત 29 વર્ષીય મેલ ગિબ્સનથી 1985માં થઇ હતી.

ABOUT THE AUTHOR

...view details