ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જ્હોન સીનાએ આપી ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ - બિગ બોસ 13

67 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારા દિવંગત અભિનેતા ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ આપતાં WWEના સુપરસ્ટાર જ્હોન સીનાએ ચાંદની સ્ટાર ઋષિ કપૂરનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

John Cena
જ્હોન સીના

By

Published : May 1, 2020, 8:07 AM IST

મુંબઈ: WWE ચેમ્પિયન બનેલા હોલીવુડ સ્ટાર જ્હોન સીનાએ સોશિયલ મીડિયા પર બોલિવૂડના દિવંગત અભિનેતા ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ આપી છે.

સીનાની શ્રદ્ધાંજલિએ હસતાં ઋષિ કપૂરનો ફોટો પોસ્ટ કર્યો હતો. તેને કેપ્શનમાં કઈ લખ્યું નથી, પરંતુ ચાહકોએ તેના પર કોમેન્ટનો વરસાદ કર્યો હતો.

એક યુઝરે લખ્યું કે, લિજેન્ડે લિજેન્ડ વિશે પોસ્ટ કરી. જ્યારે અન્ય યુઝરે લખ્યું કે, લિજેન્ડ ક્યારેય મૃત્યુ પામતા નથી #RipRishiKapoor.

આ પહેલીવાર નથી જ્યારે જ્હોન સીનાએ કોઈ બોલિવૂડ સેલિબ્રિટીની તસવીર પોસ્ટ કરી હોય. બિગ બોસ 13 દરમિયાન તે સિઝનના સ્પર્ધક અને મોડેલ અસીમ રિયાઝની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ ફોટોમાં પણ કેપ્શન લખ્યું ન હતું. આ પહેલા જ્હોન સીનાએ શિલ્પા શેટ્ટી કુંદ્રાના પુત્ર માટે એક ખાસ વિડિઓ સંદેશ શેર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details